Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

લગ્નના ૧૧ વર્ષ પછી સાસરા પક્ષનાં ત્રાસથી કાંટાળી લીધા છુટાછેડા: પતિને ભરણ પોષણના ૫૫૦૦ ચૂકવવા કોર્ટનો આદેશ

જસદણમાં રહેતા અને ૧૧ વર્ષથી પરણિત પત્નીને સાસુ, સસરા અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી છૂટાછેડા લીધા જેથી કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે પતિને ભરણ પોષણ પેટે માસિક ૫૫૦૦ પત્નીને ચૂકવવા આદેશ આપ્યો સરિતાબેન અને વિજયભાઈનાં લગ્ન ૨૦૧૧માં થયેલા લગ્ન બાદ સરીતાબેન જસદણ ગામે રહેવા આવેલ હતા. લગ્ન જીવનના 11 વર્ષ પછી સસરા મનસુખભાઈ, સાસુ ગીતાબેન અને તેના પતિ વિજયભાઈ શારિરીક અને માનસીક ત્રાસ આપવા લાગેલ હતા અને ચારીત્ર ઉપર શંકા કરી પેહરે કપડે ઘર બહાર કાઢી મુકેલ હતી જેથી અરજદારે તેના પીતાને ઘરે આશરો લીધેલ હતો ઘણા સમય તેના પીતાજીના ઘરે રહેવા છતા તેના સાસરી વાળા તેડી ન જતા સરીતાબેને વિંછીયા કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કરેલ હતો વિંછીયા કોર્ટમાં સરીતાબેનના પતિએ ખુબ જ રજુઆત કરેલ હતી. ભરણપોષણ ન ચુકવવુ પડે એટલે જુદા જુદા કારણો ઉભા કરેલ હતા. સરીતાબેન શિક્ષીકા તરીકે નોકરી કરે છે અને પોતાનો ભરણપોષણ જાતે કરી શકે તેવી ઉગ્ર રજુઆત કરેલ હતી. લાંબી કાનુની લડત ચાલ્યા બાદ વિંછીયા કોર્ટના જજ સોલંકીએ અરજદાર સરીતાબેનને મુળ અરજી કર્યાની તારીખ થી માસીક રૂા.5500/- તથા અરજીખર્ચ 1000/- આપવાનો હુકમ કરેલ છે. અરજદાર તરફે જસદણના એડવોકેટ ભરતભાઈ પી. અંબાણી, ભાવેશભાઈ એસ. ડાભી, મનસુખભાઈ બી. ડાભી તથા કૃપાલીબેન ચૌહાણ, અસ્મીતાબેન રાઠોડ રોકાયેલ હતા.

संबंधित पोस्ट

મેંદરડા પોલીસ દ્વારા અલગ અલગ ચાર જેટલા સ્થળો પરથી પોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા

ફારૂક મન્સૂરીની તપાસમાં હાલારી જૂથનું કૌભાંડ ખુલ્યુ . . .

Karnavati 24 News

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

આતંકવાદ પર શરીફ સરકારની જાહેરાતો બિનઅસરકારક, વધી રહ્યું છે TTPનું મનોબળ

Admin

જૂનાગઢમાં યુવાનની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

Karnavati 24 News

કાલાવડની ભાગોળે વાહનમાં લાકડાના ધોકા સાથે નીકળતા ચાલક સામે કાર્યવાહી

Karnavati 24 News