Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજસ્થાનમાં શિક્ષકે મારી-મારીને તોડી દીધી વિદ્યાર્થીની કરોડરજ્જૂ, કરવામાં આવ્યા સસ્પેન્ડ

રાજસ્થાનમાં ફરી એકવાર સરકારી સ્કુલમાં વિદ્યાર્થીની નિર્દયતાથી પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. ટોંક જીલ્લામાં શિક્ષકે એક વિદ્યાર્થીને એટલો માર માર્યો કે બાળકની કરોડરજ્જૂમાં ફ્રેકચર થઈ ગયું. વિદ્યાર્થીની ઉંમર 15 વર્ષ હોવાનું કહેવાઈ રહ્યું છે. બાળક હોસ્પિટલમાં દાખલ છે.

બાળકના પિતાએ જણાવ્યું કે લંચ દરમિયાન વાત કરવા પર શિક્ષકે બાળકને ઢોર માર માર્યો. શિક્ષકે આવીને તરત જ ગરદન પકડીને બાળકને નીચે પાડી દીધો અને પછી તેની ગરદન પર પગ મૂકીને તેને મારવા લાગ્યો. શિક્ષકે તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો. જ્યારે અન્ય બાળકો ડરથી અવાજ કરવા લાગ્યા ત્યારે અન્ય શિક્ષકો પણ ત્યાં આવી ગયા અને બાળકોને આ અંગે કોઈને ન કહેવાની ધમકી આપવા લાગ્યા. બાળકોને ધમકી આપી કે તેઓ આ વાત પોતાના માતાપિતાને પણ ન કહે.

આ મામલો સામે આવ્યા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકને પીઠમાં ઈજા થઈ છે. મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે અગાઉ આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા બાળકનું મોત થયું હતું. 9 વર્ષના દલિત બાળકને પાણીના માટલાને અડવા બદલ શિક્ષકે ઢોર માર માર્યો હતો, જે પછી બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

संबंधित पोस्ट

 દિલ્હીના વેપારીને રૂ. 10 કરોડની લોન અપાવવાના ઝાંસામાં લઇ રૂ. 40 લાખ પડાવ્યા

Karnavati 24 News

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગઃ 18 વર્ષના વિદ્યાર્થીએ ગોળી મારી, 19 બાળકો સહિત 21ની હત્યા કરી

Karnavati 24 News

કચ્છમાં ૪ વર્ષમાં ૪૫ બાળલગ્ન અટકાવાયા : પછાત વર્ગમાં વિશેષ દુષણ જોવા મળ્યા

Karnavati 24 News

EDએ મની લોન્ડરિંગ કેસમાં IREO વિરુદ્ધ કાર્યવાહી કરી, 1300 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી

Admin

परिवीक्षा अधिकारी हेमंत पाटीदार को 20 हज़ार की रिश्वत लेते रंगे हाथों पकड़ा

Admin