Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર આવેલા ખરાવાડ વિસ્તારમાં રહેતા મકાન માલિક અમદાવાદ સારવાર અર્થે ગયા હતા. ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો દ્વારા રૂ.૧.૮૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
…આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ ખારાવાડ પાસે રહેતા નુરમહમદભાઈ શેનભાઈ મોવર અમદાવાદ ખાતે સારવાર અર્થે ગયા હતા. ત્યારે નજીકમાં રહેતા તેમના વેવાઈ સવારના સમયે નમાજ પઢવા જઈ રહ્યા હતા ત્યારે ઘરના દરવાજાના તાળા તૂટેલા દેખાતા ટેલિફોન દ્વારા જાણ કરતા તાત્કાલિક અમદાવાદ થી ઘરે આવી તપાસ કરી હતી. જેમાં ઘરના મેઈન દરવાજા, ઘરના બેડરૂમ સહિતના લોક તોડી નાખેલા હતા. તેમજ બેડરૂમમાં રહેલ તિજોરીના લોક તોડી તેમાંથી રૂ.૧.૮૫ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી થઈ હોવાનું જણાઇ આવતાં પત્ની મરીયમબેન દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નોંધાવી હતી. આથી પોલીસે ફરિયાદ નોંધી એફએસએલ ડોગસ્કોર્ડની મદદથી વધુ તપાસ સીટી પોલીસે હાથ ધરી હતી.ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ..સોના ચાંદીના દાગીના સહિત ફૂલ રૂ. ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાશી છુટતા ચકચાર.

संबंधित पोस्ट

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

સસ્પેન્ડેડ IAS પૂજાના સંબંધીઓના ઘરે EDના દરોડા: રાંચીમાં ત્રણ રોકડ ગણતરી મશીનો મંગાવવામાં આવ્યા, મુઝફ્ફરપુરમાં પણ તપાસ

Karnavati 24 News

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

Admin

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપ ને ઝડપી જેલ હવાલે કરાયો

Admin

સુરત:મિલો માંથી કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદી ફરી એક વાર બની દૂષિત,દૂષિત પાણીથી કીમ નદીમાં અસંખ્ય માછલાંઓના મોત.

Karnavati 24 News