રાજસ્થાન અલવરના અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ક્રિપાબેને તેમની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપી જણાવ્યુ છે કે, તેમની દિકરી નમીતાએ વર્ષ 2005માં અલવરના જ અમિતકુમાર ઉમેશકુમાર શર્મા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દિકરીએ અમારી મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હોવાથી અમે તેને બોલાવતા ન હતા. જો કે વર્ષ 2008થી અમારી વાતચીત શરૂ થઈ ગઈ હતી. પહેલા નમીતા લગ્નજીવનમાં ખુશ છે તેમ જણાવતી પણ થોડા સમય બાદ તેનો પતિ અમિત તેની સાથે મારઝુડ કરવા લાગ્યો હતો. જ્યારે મારા પતિ નિવૃત થયા ત્યારે નિવૃત્તીના આવેલ રૂપિયા અમીત નમીતા પાસે ફ્લેટ અને ગાડી લાવવા માટે મંગાવતો હતો. નમીતા પ્રેગ્નેટ થતા તેના પતિએ ગર્ભપાત કરવી દિધો હતો. અમિત તેને ખુબ ત્રાસ આપતો હતો. જેથી દિકરીએ 2016માં રાજસ્થાન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અમિતે તેની સાથે સમાધાન કરી લીધુ હતું. વર્ષ 2020 માં તેઓ વડોદરા ખાતે રહેવા આવ્યા હતા. પરંતુ આ દરમિયાન નમીતા અવારનવાર ફોન કરી જણાવતી કે અમિત ખુબ માર મારી ત્રાસ ગુજારે છે. અને પતિએ માર મારેલાના નિશાનના ફોટો મોકલ્યા હતા. આ ઉપરાંત તેનો અન્ય કોઈ મહિલા સાથે પ્રેમસંબંધ પણ છે તેમ જણાવતી. ત્યારબાદ તેના પતિએ તેની પર ત્રાસ ગુજારવાનુ શરૂ રાખ્યું હતું. ગત તા. 7 ડિસેમ્બરના રોજ અમારી ફોન પર વાત થઈ હતી. ત્યારે નમીતાએ જણાવ્યુ હતું કે, આજે મારૂ મુડ સારો નથી. જો કે આ જ દિવસે નમીતાના પિતા પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને તેને નમીતાએ આપઘાત કરી લીધો છે તેમ જણાવ્યુ હતું. અમિત નમીતાને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતો અને બે વાર ગર્ભપાત કરાવી બાળકો નહિ થતા કહી મહેણા ટોણા મારતો. અને જણાવતો કે, તુ મરી જાય તો મારે બીટુ સાથે લગ્ન કરવાના છે. આ સમગ્ર મામલે નમીતાની માતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમના જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અમિત પર આપઘાત કરવા માટે દુશ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.