Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત: પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી, ફેનિલે પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું.!

સુરતના પસોદરા ખાતે ગત 12 તારીખના રોજ જાહેરમાં ગળું કાપી ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા નિપજાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આ ચોંકાવનારા કેસમાં ગ્રીષ્મા વેકરિયાના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીએ પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ ફેનીલને ગ્રીષ્મા સાથે ઓળખાણ ગ્રીષ્માના જ મિત્ર પવન કળઠીયા થકી થઈ હતી. શરૂઆતમાં પવન ફેનીલની બાઇક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો ત્યાર બાદ ધીમે ધીમે ગ્રીષ્મા અને ફેનીલ પરિચયમાં આવ્યા હતા. એ પછી ગ્રીષ્માના મેસેજ આવતા હતા અને અવારનવાર બન્ને વચ્ચે મુલાકાત શરૂ થઈ હતી. એકાદ વર્ષ પહેલાં ગ્રીષ્માના મોબાઇલની ડિસ્પ્લે તૂટી જતાં તેણે નવો મોબાઈલ લીધો હતો ત્યારે જૂનો મોબાઈલ રિપેર થતાં તેના મામા ના હાથમાં આવ્યો હતો જેમાં ફેનીલ અને ગ્રીષ્માના ફોટાથી પ્રેમસંબંધની જાણ થઈ હતી. ગ્રીષ્માએ આ વાત ફેનીલને કરી હોવાનું નિવેદનમાં લખાવ્યું હતું.આ પછી ગ્રીષ્માએ કહ્યું હતું કે, હવે તું મારી સાથે વાત ન કરતો, હું તને સામેથી મેસેજ કરીશ. જોકે, એ પછી ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનીલને અમરોલી JZ કોલેજ પાસે બોલાવ્યો હતો. ફેનીલ પહોંચ્યો ત્યારે ત્યાં ગ્રીષ્મા તેના મામા,કાકા સાથે હાજર હતી.ગ્રીષ્માના મામા અને કાકાએ કહ્યું હતું કે, જે લફરું છે એ મૂકી દેજે નહીતો તારો વારો પડી જશે ત્યારે ફેનિલે કહ્યું હતું કે ગ્રીષ્મા સાથે મારા પ્રેમસંબંધ છે માટે અમારા લગ્ન કરાવી આપો ત્યારે તેના મામાએ કહ્યું હતું કે, આ બધું બંધ કરી દે અને તારા ઘરે ચાલ તારા મમ્મી પપ્પાને મળવું છે.એ સમયે સમાજમાં બદનામી થશે એવા ડરે ફેનિલે મળવાની ના પાડી હતી. જોકે એ પછી પણ ફેનીલ અને ગ્રીષ્મા વચ્ચે મેસેજ ચાલુ હતા. દિવાળીમાં ફેનીલના મોટા બાપાના દીકરા પર ફોન આવ્યો હતો કે ફેનીલ ગ્રીષ્માને હેરાન કરે છે અને ગ્રીષ્માના મામા તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવે છે. ફેનીલ અને તેના મોટા બાપાનો દીકરો બન્ને હીરાબાગ સર્કલ પાસે ગયા હતા અને ત્યાં પણ ગ્રીષ્માના મામાએ ફેનીલ પાસેથી મોબાઈલ લઈ ફોટો અને મેસેજ ડીલીટ કર્યા હતા ત્યારે બાદ એક દિવસ રાત્રે ફેનીલના ઘરે ફોર વ્હિલ લઈ 5-7 માણસો આવ્યા અને તું ફેનીલ છે એમ કહી તમાચો મારી દીધો હતો ત્યારે ફેનિલે પણ સામે તમાચો મારી દીધો હતો. તે લોકોએ ફેનીલના માતા પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના પછી ફેનીલને મનમાં લાગી આવ્યું હતું. આ આખી ઘટના બાદ ગ્રીષ્માએ પણ તેની સાથે બોલવાનું બંધ કરી દેતા અંતે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

संबंधित पोस्ट

गोली चला के दहशत फैलाकर रंगदारी मांगने के जुर्म में चार अपराधियों को पुलिस ने गिरफ्तार कर भेजा जेल

Admin

નોટ ડબિંગ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશઃ પોલીસે 5 લોકોની ધરપકડ કરી, એક સ્વિફ્ટ કાર પણ મળી આવી

Karnavati 24 News

ये पुलिस स्टेशन है… तुम्हारा घर नहीं…સાઠંબા પોલિસ સ્ટેશનમાં બાઇક ચોરને માર મારનાર 6 ઝડપાયા, PSO અને PSI સામે તપાસના આદેશ

Karnavati 24 News

અમરેલી આદિત્ય એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને  મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ

જામનગરમાં પટેલ કોલોનો વિસ્તારમાં મિત્રના ઘરે મીત્રએ આપઘાત કર્યો

Karnavati 24 News

दो माह पूर्व उदयपुर में हुई 24 किलो सोने की लूट के दो आरोपी गिरफ्तार

Admin