Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

શુક્રવારે કડોદરા નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન અંકુર ભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળી હતી.જેમાં વર્ષ 2021-22નું સુધારેલું અંદાજ પત્ર 21.75 કરોડ અને વર્ષ 2022-23નું 34.17 કરોડનું 1.85 કરોડની પૂરાંત સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યું હતું.જેને આવનારા દિવસોમાં સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. વધુમાં પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અંકુર ભાઈ દેસાઈ એ જણાવ્યું કે આ વર્ષે બજેટ અન્વયે કડોદરા નગરમાં પાલિકા ભવનની બાજુમાં નગરજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે અંદાજીત 1.25 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ જિમ તેમજ યુવાનોને ઉપયોગી એવી લાઈબ્રેરી અને કોન્ફરન્સ હોલ બનાવવામાં આવશે. કડોદરા નગરના વિવિધ વિસ્તારમાં 2.25 કરોડમાં ખર્ચે આર.સી.સી. રસ્તાઓ બનાવમાં આવશે, તેમજ અન્ય લાગત સદર મુજબ વિવિધ વિકાસના કામો કરવામાં આવશે. સર્વાંગી અને સમાવેશક વિકાસની પ્રાથમિકતા સાથે દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે.જે આ બેઠકમાં ચીફ ઓફિસર મિત્તલ બેન ભાલાળા, કારોબારી ચેરમેન અંકુર ભાઈ દેસાઈ,ગટર સમિતિના ચેરમેન રાજન સિદ્દીકી અધિકારી ગણ હાજર રહ્યા હતા.આગામી બજેટમાં પાલિકા 1.65 કરોડના ખર્ચે કડોદરા નગર માંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની માઇનોર કેનાલની પર હાઇમાસ્ટ ટાવર, સ્ટ્રીટ લાઈટ,ઇલેક્ટ્રિક પોલ તેમજ ફ્લેવર પોટ મૂકી ,તેમજ કોઈ અઇચ્છનીય ઘટના તેમજ લોકો કચરો નહેરમાં નહિ ફેંકે તે હેતુથીનહેરની બને બાજુએ જાળી લગાવી બ્યુટીફીકેશન કરવામાં આવશે. કડોદરા નગરનો છેલ્લો કેટલાક વર્ષોથી માથાનો દુખાવો બની રહેલી ડ્રેનેજ સમસ્યાનો હવે અંત આવશે કડોદરા પાલિકા આગામી બજેટમાં અંદાજીત 2 કરોડના ખર્ચે ને.હા.48ના બને બાજુએ સીએનજી પંપથી લઈ કડોદરા ચાર રસ્તા સુધી તેમજ હાઈવેની બીજી બાજુ સરગમ કોમ્પલેક્ષથી લઈ કડોદરા ચાર રસ્તા સુધી અંદાજીત ત્રણ ફૂટ પહોળી અને ઊંડી કોન્ક્રીટ બોક્ષ ડ્રેનેજ લાઇન બનાવમાં આવશે. કડોદરા પાલિકાની આવક અને જાવકનું 2 વર્ષનું સરવૈયા પર નજર કરીએ… વર્ષ 21-22માં પાલિકાની આવક કુલ આવક – 6.68.01.690 રૂપિયા ઉઘડતી સિલક 15,07,66,695 રૂપિયા એકંદરે- 21.75.68.38.580 રૂપિયા વર્ષ 21-22માં પાલિકાની જાવક ખર્ચ -9,22,78,522 રૂપિયા બંધ સિલક -12,52,89,863 રૂપિયા એકંદરે – 21.75.68.385 રૂપિયા વર્ષ 22-23માં પાલિકાની આવક કુલ આવક – 21,64,62,200 રૂપિયા ઉઘડતી સિલક – 12.52.89.863 રૂપિયા એકંદરે – 34.17.52.063 રૂપિયા વર્ષ 22-23માં પાલિકાની જાવક 32,32,26,390 રૂપિયા બંધ સિલક 1,85,25,673 રૂપિયા કુલ એકંદરે 34,17,52,063 રૂપિયા ખર્ચ

संबंधित पोस्ट

શું એકનાથ શિંદેને ઝટકો આપશે ફડણવીસ? ઉદ્ધવ જૂથના દાવાથી રાજકીય હલચલ તેજ

Admin

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નોને લઇને જંગી રેલી, અરવલ્લી જિલ્લાના 5 હજાર વનબંધુ જોડાશે

Karnavati 24 News

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ આપી આ પ્રતિક્રીયા, કહી આ વાત

Admin

In publisher my content responsive select all and download option m

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

Karnavati 24 News
Translate »