વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન 3 જાન્યુઆરીથી શરૂ થઇ ગયુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર કર્યુ છે કે 15-18 વર્ષના બાળકોને માત્ર કોવેક્સીન આપવામાં આવશે જેના ડોઝ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોકલી દેવામાં આવ્યા છે.
1 જાન્યુઆરી 2020માં આ વેક્સીનેશન માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે, રજિસ્ટ્રેશન વગર પણ વેક્સીનેશન કેન્દ્રમાં જઇને વેક્સીન લઇ શકે છે. 6 લાખ 35 હજારથી વધુ બાળકોએ તેની માટે રજિસ્ટ્રેશન કર્યુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 2007 અથવા તે પહેલા જન્મેલા બાળકો જ વેક્સીન લઇ શકે છે, બીજી તરફ વેક્સીન લેવાના તુરંત બાદ અડધા કલાક સુધી વેક્સીનેશન કેન્દ્ર પર રાહ જોવી પડશે જેથી કોઇ સમસ્યા થવા પર તેની સારવાર કરી શકાય.
બીજો ડોઝ 28 દિવસ પછી લઇ શકાય છે
આ સિવાય મંત્રાલયે તમામ રાજ્યોને સૂચના આપી છે કે 15થી 18 વર્ષના બાળકો માટે અલગથી વેક્સીનેશન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે અથવા પછી વેક્સીનેશન કેન્દ્ર પર તેમની માટે અલગથી લાઇન હોય જેથી વેક્સીન આપતા સમયે કોઇ ગડબડ ના થાય.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી કે 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ એટલે કે વેક્સીનનો ત્રીજો ડોઝ 60 વર્ષથી વધુની ઉંમરના તે લોકો જેમણે કો-મોર્ડિટી છે તેમણે પણ પોતાના ડૉક્ટરની સલાહ પર જ વેક્સીનનો ત્રીજો ડોઝ લેવાનો છે.