Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણરાજ્ય

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં એક પછી એક આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું. અત્યારે ભારત જોડો યાત્રા કોંગ્રેસની  રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળી છે ત્યારે તેમણે આ વાત કહી હતી.

ભાજપમાં કેટલાક નેતાઓ નારાજ થઈ રહ્યા છે આ વાતને પૂછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંગઠન વિચારીને નિર્ણય લે છે. જેઓ નારાજ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને સમજે પણ છે. નિતીશ બાબુ આરજેડી સાથે ગયા છે. બિહારમાં અપરાધ જોવા મળ્યા છે. બિહારમાં એઈમ્સ, આઈઆઈએમ સહીતની શિક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેઓ અત્યારે ગઠબંધનથી અલગ થયા છે. બિહારના લોકોને ભ્રષ્ટાચારથી બચાવવાના છે ત્યાંના લોકોને અપરાધથી બચાવવાના છે.

ખેડૂતોની વાત કરવામાં આવે તો અહીં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેડૂતો માટે વીજળીની વાત છે ત્યારે ગુજરાતમાં વીજળી ખેડૂતોને પહેલા જ તેમને ખેતરમાં અલગથી જ વીજળી મળી રહી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.

संबंधित पोस्ट

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

Admin

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

સોનિયા-રાહુલને EDની નોટિસઃ નેશનલ હેરાલ્ડ કેસમાં 8મી જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું, સુરજેવાલાએ કહ્યું- સરમુખત્યારશાહી સરકાર ડરી ગઈ

Karnavati 24 News

વિધાનસભા ગૃહ શરૂ થવાની સાથે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો, આ મામલે કર્યો હોબાળો

Karnavati 24 News
Translate »