Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું ષડ્યંત્ર ચાલુ છે અને તે માટે કોઈપણ ભોગે ગુજરાતમાં ડ્રગ્સ, ઈ-સિગારેટ જેવા કેફી દ્રવ્યો ઘુસાડવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી જુદી જુદી રીતે ડ્રગ્સ તેમજ ઈ-સિગારેટ પકડાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ગઈકાલે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદમાં એક વિદ્યાર્થીની શક્ષક દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસેથી બે લાખ રૂપિયા રોકડા અને ડ્રગ્સ તેમજ ઈ-સિગારેટ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ગુજરાતમાં યુવા પેઢી કઈ હદે ડ્રગ્સનો શિકાર બની છે એનો અતિ ચિંતાજનક કિસ્સો અમદાવાદની એક હાઈફાઈ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં જોવા મળ્યો છે. આ સ્કૂલના મેનેજમેન્ટને ડ્રગ્સના દુષણની શંકા જતા અચાનક સ્ટુન્ડટની તપાસ કરી હતી. આ ઓચિંતી તપાસ કરવામાં આવતા ધોરણ 11માં ભણતા વિદ્યાર્થી કે જેની ઉંમર આશરે 16 કે 17 વર્ષની છે તેની પાસેથી રૂપિયા 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઈ- સિગારેટ મળી આવ્યા હતા. આ શાળામાં છેલ્લા ઘણા દિવસથી ડ્રગ્સની ફરિયાદો મળી આવી હતી જો કે સ્કૂલ મેન્જમેન્ટને આ બાબતની જાણ થતા જ અચાનક જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક વિદ્યાર્થી પાસેથી રોકડા રૂપિયા તેમજ ડ્રગ્સના તેમજ ઈ-સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. આ પૈસા અને ડ્રગ્સ અને ઈ સિગારેટ પોતાનું ન હોવાનું રટણ કર્યું હતું.

આ વિધાર્થીના વાલીને બોલાવીને મેન્જમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને વાલીને જણાવી દેવામાં આવ્યું હતું કે તેમના સંતાનનું એડમિશન અહીં રદ્દ કરીને બીજા સ્કૂલમાં લઇ જવામાં આવે જેથી કરીને શાળાનું નામ ખરાબ ન થાય. હાલ સ્કૂલ મેન્જમેન્ટ તરફથી મામલાને દબાવી દેવામાં આવ્યો છે અને છોકરા પાસેથી 12 હજાર રોકડા મળ્યાની જ વાત કરી હતી. ગુજરાતમાં વાલીઓ માટે પણ એક શીખ આપતો ચોંકવનારો કિસ્સો બન્યો હતો.

संबंधित पोस्ट

જાહેરમાં ફાયરિંગ કરનાર યુવકનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ: ફાયરિંગ કરનાર શખ્શની ધરપકડ

Karnavati 24 News

જાફરાબાદના લોઠપૂર નજીક અકસ્માત સર્જી ભાગી રહેલા શખ્સ પાછળ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ ગાડી દોડાવી,કાર ચાલકનો કાંઠલો પકડી ભાન કરાવ્યું હીરા સોલંકીએ કાર ચાલકનો ફિલ્મી ઢબે કર્યો પીછો

Karnavati 24 News

ગાંધીનગરમાં દૂધની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ . . . .

Admin

ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર

Admin

वनपाल की पूरी परीक्षा सवालों के घेरे में, अब तक ग्यारह लोगों को पकड़ा

Admin

रेलवे ब्रिज ब्लास्ट, SOG और इंटलिजेंस के ADG उदयपुर पहुंचे:कहा – प्राथमिक सबूत से मामला आतंकी हमले जैसा होने की आशंका

Admin