Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દેવું ચૂકવવા અને તાંત્રિક વિધિ માં નોટ નો વરસાદ કરવા જાલીનોટ બનાવનાર બે મહિલા પકડાઈ

જૂનાગઢના શિવરાત્રી મેળા દરમિયાન અનીડા વાછરડા ગામનો એક શખ્સ જાલીનોટ સાથે પકડાયો હતો આ શખ્સની પૂછપરછ દરમિયાન તેણે આપેલી માહિતીના આધારે એસ.ઓ.જી એ રાજકોટ અને જામનગરની મહિલાની અટક કરી તેની પૂછપરછ કરતાં તેણે કરજ દૂર કરવા અને તાંત્રિક વિધિ માં નોટોનો વરસાદ કરવા માટે આ જાલી નોટ બનાવી હોવાની કબૂલાત આપી હતી

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા દરમ્યાન ભવનાથ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મૂળ અનીડા વાછરા ગામના અને હાલ રાજકોટના ઢેબર રોડ પર વિસ્તારમાં રહેતા નરેન્દ્ર પાચા રામોલીયા ની ૫૦૦ના દરની જાલી નોટો સાથે પકડી લીધો હતો આ અંગે ભવનાથ પીએસઆઇ એમ સી ચુડાસમાં ફરિયાદ નોંધાવી હતી એસ.ઓ.જી દ્વારા આ ગુનાની તપાસ શરૂ કરવામાં આવી છે નરેન્દ્ર રામોલીયા ની પૂછપરછ કરતાં તેણે આ નોટ રાજકોટ બનાવી હોવાની કબૂલાત આપતા એસ.ઓ.જી.એ નરેન્દ્ર સાથે રાખી રાજકોટના વિરાટનગરમાં રહેતી સુશીલાબેન મેરૂભાઈ રાઠોડ ના ઘરે તપાસ કરતાં ૫૦૦ના દરની એક સરખી સીરીયલ નંબર વાળી ૩૩ બનાવટી નોટ 119 ઝેરોક્ષ, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન, કટર નકલી નોટના ટુકડાઓ મળ્યાં હતાં વધુ સુશીલાબેન ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે પોતે અને જામનગરના પારુલ અને રાજકોટના ભાવેશ ઉર્ફે ભુવો સાથે મળીને પોતાનું દેવું અને કરજ દૂર કરવા તેમજ તાંત્રિક વિધિ માં નોટોનો વરસાદ કરવા આ બનાવટી નોટ બનાવવાનું નક્કી કર્યું હતું પારૂલબેને દ્વારકાના આદિત્યને નોટ બનાવવા મદદ લીધી હતી તેને સુશીલા બેન ના ઘરે જઈ લેપટોપ મારફત ૫૦૦ના દરની કલર વાળી જાલી નોટ બનાવી હતી અને આ નોટ માંથી ત્રણેય બજારમાં વટાવવા માટે લીધી હતી

संबंधित पोस्ट

દારૂના નશામાં ચકચૂર બની પરપ્રાંતિયને જાહેરમાં ૨ ખુલ્લી તલવાર લઈને નીકળવાનું ભારે પડ્યું,પોલીસે કર્યો જાહેરનામાના ભંગનો ગુનો દાખલ

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

झूठ बोल रहा ड्रैगन, विदेश मंत्रालय ने किया साफ, पूरी तरह नहीं हुई चीनी सैनिकों की वापसी

Admin

 વઢવાણ કારિયાણી ગામે થી વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી ઝડપાઈ

Karnavati 24 News

પૌત્રને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાની લાલચે વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા.