Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગર માં જેવા સાથે તેવા જેવી ઘટના થી ચકચાર …

જામનગરમાં જેવા સાથે તેવા જેવી ઘટનાથી ચકચાર..એકના ડબલની લાલચમાં નાણા ગુમાવનારા દ્વારા ચીટર પેઢીના મેનેજરના મકાનનો કબજો કરાયો.. જેવા સાથે તેવા “ઉપર મુજબનું વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે કે આજના સમયમાં જેવા સાથે તેવા એવું વર્તન કરીએ તો જ તમારું મહત્વ રહે આવી એક વાત જામનગર જિલ્લામાં બનેલ છે. જામનગર જિલ્લામાં ગત સમયગાળામાં “સર્વે સિદ્ધિ મ્યુચલ બેનિફિટ્ ” ( કિરણ ગ્રુપ ) નામથી જામનગર જિલ્લામાં કંપની ઊભી કરવામાં આવી કંપનીએ અનેક એજન્ટોની નિમણૂક કરેલ જેમાં ઊંચો વ્યાજદર અને થોડા જ સમયમાં નાણા ડબલ કરી આપવાની લાલચ આપી એજન્ટો દ્વારા લાખો રૂપિયા નું ઉઘરાણું કરેલ. જેમાં અનેક નાના મોટા લોકોએ લોભામણી લલચામણી યોજનાઓમાં રોકાણ કરેલ પરંતુ જ્યારે રોકાણ કરો પોતે રોકાણ કરેલ રકમ કંપની પાસે માગણી કરતા કંપની એ હાથ ઊંચા કરી દીધેલ અને રોકાણકારો પોતે છેતરાયા છે તે બાબતની જાણ થતાં જ રોકાણકારોએ કંપનીના એજન્ટો પાસેથી પોતાની રકમની માંગણી કરેલ ( કંપનીએ જાણીજોઈને મોટાભાગે મહિલા ને એજન્ટ તરીકે નિમણૂક કરેલ હતી ) જેથી અબુધ અશિક્ષિત મહિલાઓને ટાર્ગેટ બનાવી શકાય આમ અનેક લોકો ના નાણા ડૂબી ગયા રોકાણકારો અને એજન્ટો વચ્ચે નાણાં પરત મેળવવા અંગે ઘણી બધી માથાકૂટ ઉભી થ. પરંતુ આ બાબતે કોઈ જ નિકાલ ન થતા રોકાણકારો અને એજન્ટોએ અંતે જામનગર પોલીસને તેમજ અનેક સબંધ કરતા વિભાગોને આ છેતરપિંડી અંગે રજૂઆતો કરેલ પરંતુ રજૂઆતનું ઘણો સમય થઈ જતા કોઈ જ પરિણામ ન આવતા અંતે થાકી હારીને કંપનીના એજન્ટો એ તેમજ રોકાણકારોએ સાથે મળી કંપનીના મેનેજર દિનેશ રાઠોડ ના નિવાસસ્થાને પહોંચ્યા હતા પરંતુ કંપનીના મેનેજર તેમજ તેઓનો પરિવાર જે જામનગર જુનાનાગના ખાતે વસવાટ કરતો હતો તે મકાન તેમજ ઘરની તમામ ઘરવખરી ખુલ્લી મૂકીને જામનગર છોડીને ચાલ્યા ગયા. રોકાણકારોને એજન્ટોની હવે પોતાના નાણાં પરત નહીં મળે તેવું લગતા. એજન્ટો અને રોકાણકારો સાથે મળી કંપનીના મેનેજર દિનેશ રાઠોડ ના જુનાનાગના ખાતેના નિવાસ્થાન ઉપર કબજો જમાવી દીધો અને જ્યાં સુધી પોતાના નાણાં પરત થાય નહીં થાય ત્યાં સુધી મેનેજર ના ઘરનો કબજો છોડશે નહીં તેવો મક્કમ નિર્ણય કરેલ છે

संबंधित पोस्ट

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

Admin

જૂનાગઢના જોશીપરામાં રહેતા યુવાને 20,000 ના 80000 ચૂકવી દેતા હજુ પણ ઉઘરાણી

પુત્રએ પ્રેમલગ્ન કર્યાનો બદલો પિતાની હત્યા!!

Karnavati 24 News

વડોદરા: મધ્યપ્રદેશથી કારમાં શહેર આવતા 2 યુવક બે પિસ્તોલ, 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયા, મોટા ગુનાને અંજામ આપવાની શંકા

Karnavati 24 News

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

પરણિત યુવકના પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારના ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી લોખંડના પાઇપ વડે મારમાર્યો

Translate »