ગાંધીધામના કાર્ગો પમ્પ નજીક યુવતીના ભાઈએ મિત્ર સાથે મળી સસરાનું ઢીમ ઢાળી દેતા સનસનાટી મચી ગઇ હતી. મૃતક રામાભાઈ શંકરભાઇ પરમાર (ઉ.૪૩) એ.વ.જોશી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હતા. રામભાઈના પુત્ર રાહુલે પાસે રહેતી યુવતી સાથે તેના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ રાખી યુવતીના ભાઈ રાજુ આલા સુરાણીએ મિત્ર અશોક કરશન પરમાર સાથે મળી સુનિયોજિત રીતે રામાભાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. અશોકે રામાભાઈને ફરવાના બહાને ઘરથી બહાર બોલાવી દૂર લઈ જઈ રાજુ સાથે મળી તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રામાભાઈનું મોત નિપજવ્યું હતું.