જૂનાગઢના જોષીપરામાં રહેતા અને ખાનગી નોકરી કરતા યુવકે કોરોનાના સમયમાં દવાની જરૂરિયાત માટે જેતપુરના પાસેથી ₹20,000 જેટલી રકમ વ્યાજે લીધેલ હતી વ્યાજખોર ને અત્યાર સુધી વ્યાજ ચૂકવતા મુદલ રકમ કરતા ચાર ગણા આશરે 80,000 જેટલા વધારે રૂપિયા ચૂકવી દીધા છતાં વ્યાજખોર હજુ વધુ એક લાખ તથા વ્યાજ પેનલ્ટી આપો. પછી બધું પૂરું થવાનું જણાવી કરે તથા નોકરીના સ્થળે આવી બેસી જતા તેમજ રસ્તામાં અપરણ કરી રૂપિયા આપી દેવા દબાણ કરતા હોય અને કોરા ચેક પણ આપવા છતાં કનડગત કરતા પોલીસને જાણ કરતા પોલીસ અને કોઈના બાપ થી ડરતો નથી એવા શબ્દો બોલી ધમકાવતો હતો આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ને રૂબરૂ મળી વાત કરતા ડીવાયએસપીની સૂચનાથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહિતના સ્ટાફે વ્યાજખોરને જેતપુર ખાતેથી બોલાવી વ્યાજ જોઈએ છે કે જેલ જોઈએ છે એવું રૂબરૂ સમજાવતા વ્યાજખોર સીધો દોર થઈ ગયો હતો અને હવે પૈસા નહીં માગવાની લેખિતમાં ખાતરી આપી હતી જેથી યુવકને પોલીસ પ્રજાનો મિત્ર છે તેઓ ખરા અર્થમાં એહસાસ થયો હતો
