Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ પોલીસ પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ પોલીસ ચોકી ઉપર હાજર હતી તે દરમ્યાન પ્રાંતિજ પોલીસ કોન્સ્ટેબલ રીતેષ કુમાર પથુભાઇ ને ખાનગી રાહે બાતમી મળીકે એક સફેદ કલર ની હેરીયલ ગાડી નંબર-GJ-27-DM-0422 તલોદ થી મજરા તરફ વિદેશીદારૂ ભરીને કાર આવી રહી છે

જેને લઈ ને પ્રાંતિજ પોલીસ દ્રારા ખાનગી વાહન માં પ્રાંતિજ મજરા પાસે તાત્કાલિક ચોકડી પાસે પોહચી જતા બાતમી ના આધારે ગાડી આવતા ગાડી ચાલકને ગાડી ઉભીરાખવા માટે હાથ લાંબો કર્યો હતો પણ ગાડી ઉભી રાખી નહતી અને પોલીસ જોતા ગાડી ચાલક મજરા થી હિંમતનગર તરફ રોડ ઉપર ભાગ્યો હતો તો પોલીસે ગાડીનો પીછો કરતા તાજપુર કુઈ થી બોભા ગામ તરફ જતા રોડે થઈ ઈન્દ્રાજપુર ગામમાંથી સાબરમતી નદી તરફ ભગાડી હતી તો પોલીસે પીછોકરી ગાડીને ઇન્દ્રાજપુર ગામ પાસેથી ઝડપી પાડી હતી અને ગાડી ચાલક અબ્દુલ રસીદ અબ્દુલ વાહીદ શેખ રહે.રામોલ ૧૬૪૯ મનુબેન ની ચાલી રૂમ નંબર-૩ અમદાવાદ ગાડી મુકી ને ભાગવા જતા તેને ઝડપી પાડયો હતો તો ગાડી મા તપાસ કરતા ગાડી માંથી વિદેશીદારૂ તથા બીયર ની પેટીઓ મળી આવી હતી

જેમા ભારતીય બનાવટ ની વિદેશી દારૂ કાચની બોટલ-૭૮૧ તથા બીયર ના ટીન નંગ-૨૮૮ મળી કુલ-૧,૧૨,૯૧૫ , હેરીયલ ગાડી કિંમત-૧૦,૦૦,૦૦૦ તથા એક મોબાઈલ જેની કિંમત ૫૦૦૦ મળી કુલ-૧૧,૬૭,૯૧૫ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને ગાડી ચાલક અબ્દુલ રસીદ અબ્દુલ વાહીદ શેખ ને ઝડપી પાડયો હતો તો વોન્ટેડ મહમદ ઈસ્તીયાક ઉર્ફે શાહરૂખ મહમદ ઇશાક રહે.નસીમ ફલોર જુહાપુરા ફતેવાડી અમદાવાદ ગાડી ને પાઇલોટીંગ કરનાર , વોન્ટેડ મુજીબ મહેબુબુભાઇ શેખ ૯૭,રામોલ રોડ , જનતાનગર મદનીનગર અમદાવાદ , ગાડી પાઇલોટીંગ કરનાર , વોન્ટેડ મહદ ઈલીયાસ સાબીહુસેન સૈયદ ૯૯૯ ઈસ્લામાબાદ સોસાયટી રામોલ અમદાવાદ ગાડી નુ પાઇલોટીંગ કરનાર , તથા વોન્ટેડ અનીલ નામનો માણસ ભોમટાવાડા ઠેકા ઉપર થી માલ ભરાવનાર તથા વોન્ટેડ એક અજાણ્યો માણસ સહિત કુલ-છ વિરૂધ્ધ ગુનોનોંધી આઇપીસીકલમ-૬૫(એ),૬૫(ઈ),૮૧,૮૩ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી

संबंधित पोस्ट

ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં નમકીન અને ફરસાણની દુકાનમાં ચોરીના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો

Karnavati 24 News

સંતાન નહીં થતાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી હતી આત્મહત્યા : દોઢ મહિના બાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Karnavati 24 News

નોઈડાના પબમાં ચાઈનીઝ સ્લીપર સેલે બેઠક યોજી : નેપાળ થઈને ચીનના નાગરિકોનો ભારતમાં પ્રવેશ, જરૂરી ડેટા એકત્રિત

Karnavati 24 News

એન્કાઉન્ટરની બ્રીફિંગના વીડિયોએ ખોલી પોલ: પોલીસને ખાલી કિઓસ્ક પર રાખવાની વાત હતી, વીડિયો ડિલીટ કરાયો

Karnavati 24 News

 કોર્ટમાં આધેડનો ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ

Karnavati 24 News
Translate »