Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પરણિત યુવકના પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારના ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી લોખંડના પાઇપ વડે મારમાર્યો

રાજકોટમાં રહેતા પરણિત યુવકનું એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો યુવતીની પણ સગાઈ થઈ હતી ઘરે જાણ થતાં યુવતીના પિતા, ભાઇ, બનેવી તથા મંગેતરએ મળી યુવકનું અપહરણ કરી લોખંડના પાઇપ વડે મારમાર્યો જેથી ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી મળતી વિગતો મુજબ પુનિતનગર વૃંદાવન સોસાયટીમાં રહેતા જયદેવભાઈ મૈયડએ યુવતીના પિતા સંજય,bતેનો ભાઈ કરણ ગોહિલ, બનેવી પરાગ ભટ્ટી અને મંગેતર સમીર સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.જેમાં જયદેવે જણાવ્યું હતું કે,મારા લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા હાલ કોઈ સંતાન નથી તેમજ હું જાહેરાત ના બોર્ડ બનાવવાનું કામ કરૂં છું. મારે છેલ્લા ત્રણેક મહિનાથી ઇન્સ્ટાગ્રામ મારફતે રામનાથપરાના સંજય ઉર્ફે કાળાનાગની પુત્રી સેજલ સાથે પરિચય હોય અને અમે એક બીજાને મળતા હોઇએ તેની સગાઈ સમીર સાથે થઈ છે. ગઈકાલે સાંજે હું મારા ઘરે હતો ત્યારે સંજુના બનેવી પરાગભાઈ ભટ્ટીનો ફોન આવ્યો કે તું રેસકોર્સ પાસે આવીજા મારી સાળી સંજુ બાબતે વાત કરવી છે. નહીંતર મોટી માથાકૂટ થઈ જશે અને અમારે ઘરે આવવું પડશે.જેથી હું મારા મિત્ર સાગર કમલેશ બાવાજીના એક્ટિવામાં બેસી રેસકોર્સ બાલભવન પાસે આવ્યો હતો. ત્યાં સંજુ તેમના બનેવી પરાગ અને ભાઈ કરણ તેમજ મંગેતર હાજર હતા તેઓએ એક્ટિવામાં બેસાડી સમીરે ફડાકા ઝીંકી દીધા હતા.કરણે અને પરાગે પરાણે હાથ પકડી એક્ટિવામાં બેસાડ્યા હતા. ત્યારબાદ તેઓ એક્ટિવા લઈ રામનાથ પરા પહોચ્યા હતા ત્યાં સંજુના પિતા સંજય ઉર્ફે કાળો નાગ મળ્યો હતો અને તેમણે કહ્યું કે હવે આને પતાવી દેવો છે લઈ લ્યો આજીડેમના પટ્ટમાં તેમ કહી મને પરાગ ચલાવતો હતો તે એક્ટિવામાં બેસાડ્યો મારી પાછળ સમીર બેઠો હતો અને ત્યારબાદ અમારી પાછળ સંજય અને તેનો દીકરો કરણ બીજા વાહનમાં પાછળ આવતા હતા. તેમજ માંડા ડુંગર પાસે મને ચારેય શખ્સોએ ઢીકા પાટુનો મારમાર્યો હતો.ત્યાં લાકડાના પટ્ટા પડેલ હતા તે વાસામાં અને શરીરે મારમાર્યો હતો. થોડીવાર બાદ એક્ટિવામાં બેસાડી ખાડામાં લઇ ગયા હતા અને ત્યાં પથ્થર વડે તેમજ પછાડીને મારમાર્યો હતો.ત્યારબાદ તેઓ ત્યાં જ મૂકી જતા રહ્યા હતા.ત્યાર બાદ મારા પિતા અને ભાઈ શોધી આવ્યા બાદ મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

 પુત્રીને પુરી રાખવા માટે માતા-પિતાએ ખાટલા પર જ બનાવી દીધી જેલ

Karnavati 24 News

સુરેન્દ્રનગર SOG પોલીસે ચોરી કરેલ તાંબા પિત્તળના વાસણો સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડયો

Admin

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News

ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર

Admin

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News

લગ્નના ૧૧ વર્ષ પછી સાસરા પક્ષનાં ત્રાસથી કાંટાળી લીધા છુટાછેડા: પતિને ભરણ પોષણના ૫૫૦૦ ચૂકવવા કોર્ટનો આદેશ

Translate »