દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે ઓણ સાલ દિપાવલીના તહેવારો ઉજવવા મોંઘા રહેશે કારણ કે અત્યારથી કપડા ફટાકડા સુશોભન ની ચીજ વસ્તુઓ સહિતની સામગ્રીઓ મોંઘી જોવા મળી રહી છે અહીંની ફટાકડા બજારમાં પણ સાલ કરતા આ વર્ષે ભાવમાં 35 થી 40% નો વધારો દેખાઈ રહ્યો છે જૂનાગઢમાં ઠેક ઠેકાણે ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે કોઈને કોઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગૌ શાળાના લાભાર્થે તો કોઈ સેવાકી અનેક પ્રવૃત્તિઓ માટે ફટાકડાના સ્ટોલ ઊભા થયા છે તો અમુક દર વર્ષની માફક વેપાર કરવા માટે સ્ટોલ જોવા મળી રહ્યા છે અત્યાર સુધીમાં જુનાગઢ શહેરમાં 30 જેટલા ફટાકડા સ્ટોલને કાયદેસર રીતે એનઓસી આપવામાં આવી છે પરંતુ એના કરતાં વધુ સ્ટોલનો રાફડો શહેરમાં જોવા મળી રહ્યો છે જે રેકડીમાં વેચતા અને જાહેર માર્ગો પર ફટાકડા વેચતા અનેક ધંધાર્થીઓ પાસે એનઓસી ન હોવા છતાં તેઓ જાહેરમાં હાટડા કરીને ઉભા દેખાય રહ્યા છે છતાં મુક્પ્રેક્ષક તંત્ર કોઈ દુર્ઘટના થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે તો બીજી તરફ જૂનાગઢની બજારમાં ફટાકડાના ભાવમાં પણ 35 થી 40 ટકાનો વધારો જોવા મળ્યો છે વેપારીઓના કહેવા મુજબ સસ્તા ચાઈનીઝ ફટાકડા આવતા તેના પર કેન્દ્ર સરકારના કડક વલણના પગલે વેપારીઓ આ વર્ષે મોટે ભાગે સ્વદેશી ફટાકડા તરફ પડ્યા છે મોટે ભાગે સ્થાનિક અને શિવાકાશી થી માલ આવે છે
