આવતી કાલે સમગ્ર રાજ્યમાં ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે તે પૂર્વે જ અંકલેશ્વર માંથી સ્ટેટ વિજિલન્સ ની ટિમ દ્વારા લાખો ની કિંમત માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થો ભરી લાવેલ કન્ટેનર સાથે બે જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વો માં ખળભળાટ મચી જવા પામ્યો છે,
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી પાસેના રસ્તા ની બાજુમાં કન્ટેન્ટર માં ભરી લાવી રાત્રીના અંધારા નો લાભ લઇ બુટલેગરો દ્વારા વિદેશી શરાબ નું કટિંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ ના કર્મીઓએ દોડી જઈ ઘટના સ્થળેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો નાની કુલ ૧૫૭૨૦ ટીન તેમજ મોટી કાંચ ની બોટલો સહિતનો મુદ્દામાલ મળી કુલ ૩૨ લાખ ૮૮ હજાર ૧૩૦ ના મુદ્દામાલને ઝડપી પાડ્યો પાડ્યો હતો,
ગોવા થી કન્ટેન્ટર નંબર HR-45-C 8419 માં અંકલેશ્વર ખાતે ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે મૂળ રાજેસ્થાન ના ઝુનઝૂન જિલ્લાના વતની રાકેશ ભોલારામ જાટ તેમજ રાજેન્દ્ર બીરબલ જાટ નામના ઈસમો ગોવાથી નાસતા ફરતા વિક્રમ સિંગ પાસેથી આ જથ્થો ભરી લાવી અંકલેશ્વર ખાતે કટિંગ કરતા હતા તે દરમિયાન પોલીસે દરોડા પાડી સમગ્ર મુદ્દામાલ ને કબ્જે કર્યો હતો,હાલ ના પોલીસે ગુનો નોંધી અંકલેશ્વર માં દારૂ મંગાવનાર ઇસમોની પણ ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા છે,
મહત્વની બાબત છે કે આવતી કાલે રાજ્ય માં અને ખાસ કરી ભરૂચ જિલ્લામાં પણ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે તે પૂર્વે આટલી મોટી માત્ર માં શરાબ નો જથ્થો તે પણ સ્ટેટ વિજિલન્સ ના હાથે ઝડપાતા સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે તેમજ મામલા બાદ નશાનો વેપલો કરતા તત્વોમાં પણ ચકચાર મચ્યો છે,