Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બે વ્યક્તિ જાહેર સ્થળે દારૂની મહેફિલ માણી રહ્યા હતા

રાજકોટમાં એક તરફ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે બીજી તરફ બુટલેગર અને દારૂડિયા પોલીસનો જાણે ડર ન હોય તેમ દિવસે રોડ પર દારૂની મેહફીલ કરતા વિડિઓમાં નજરે ચડ્યા હતા. રાજકોટમાં જાહેરમાં દારૂ પીવો અને કાયદાનું ઉલ્લંધન કરવામાં આવે છે. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સ્કાય મોબાઈલ પાસે એક સ્કૂટરપર બે વ્યક્તિઓ દારૂની સાંજે મહેફિલ શરૂ કરી હતી.

આ અંગેનો વિડિઓ બનાવનાર વ્યક્તિ પર પણ બંને શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. દારૂની મહેફિલનો વિડિઓ ઉતારનાર વેપારી જયશન ભાઈ કપુરીયાની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે જાહેર દારૂની મહેફિલ માણનાર અને વેપારીને ઈજાગ્રસ્ત કરનાર બંને શખ્સ લાલો ભરવાડ અને વિજય નેપાળી વિરુદ્ધ મારામારી અને ગંભીર ઇજા પહોંચવાના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થા છે જ નહીં તેમ અવાર નવાર જાહેરમાં દારૂની મહેફિલની મિજબાની કરતા લુખ્ખા અને અવરતત્વોનો ત્રાસ સિવસે દિવસે વધતો જય રહ્યો છે. મારામારી, લૂંટ, ચોરી, ભૂમાફિયા, વ્યાજ વટાવ, બુટલેગર જાણે ખુલ્લે આમ ફરે છે અને તેને કોઈનો દર નથી રહ્યો.

संबंधित पोस्ट

બાંકામાં 10મા ધોરણની વિદ્યાર્થિની પર 6 દિવસ સુધી બળાત્કારઃ અપહરણ કરી જંગલમાં લઈ ગયા, માંગમાં સિંદૂર ભરીને કર્યું ગંદુ કામ, હવે પીડિતા ન્યાય માંગે છે

Karnavati 24 News

પાકિસ્તાની ઘૂસણખોરની ભારતમાં ધરપકડ મામલામાં નુપુર શર્માને મારવાનો થયો ખુલાસો, મળી આવ્યો નકશો

Karnavati 24 News

વૃદ્ધોની પાછળ ઉભો રહી, છેતરી તેમનું એટીએમ ઉપયોગ કરી પૈસા ઉઠાવનાર એન્જિનયર ઝડપાયો, પોલીસે 81 એટીએમ ઝડપ્યા

Admin

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin

હાજીપરના વૃધ્ધે મુળ તળાજાના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Translate »