Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

17 વર્ષથી પોલીસને થાપ આપતા ઉદાજી સોલંકીને બાયડ પોલીસે ઝડપ્યો : 6 વર્ષથી પકડ વોરંટ બચતા અનુપસિંહ ચૌહાણને દબોચ્યો

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશન અને અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કમર કસી છે બાયડ પોલીસે છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને તેમજ 6 વર્ષથી સજા પામેલ આરોપીને પકડ વોરંટના આધારે દબોચી લીધો હતો. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આવા આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝૂંબેશ અંતર્ગત મોટી સફળતા મળી છે. 

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બાયડ પંથકમાં પ્રોહિબિશનની કામગીરીની શખ્ત અમલવારી કરવાની સાથે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા કમર કસી છે બાયડ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુન્હાનો ચોકડીયાનો ઉદાજી દાજીજી સોલંકી નામનો આરોપી છેલ્લા 17 વર્ષથી થાપ આપી રહ્યો હતો પોલીસે બાતમીદારો સક્રિય કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા આરોપીના મોતિયા મરી ગયા હતા તેમજ સવેલાના અનુપસિંહ લાલસિંહ ચૌહણને ગુન્હામાં કોર્ટે સજા ફટકારતા 6 વર્ષથી નાસતો-ફરતો હતો આખરે પોલીસે ઝડપી પાડી હિંમતનગર પોલિસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

અરવલ્લી  જિલ્લા પોલિસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠલ પોલિસ તંત્ર સતર્ક બનીને વિશેષ ઝૂંબેશના ભાગરૂપે કાર્યવાહી કરી 

संबंधित पोस्ट

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

Karnavati 24 News

 જામનગર તાલુકાના મૂંગણી ગામમાં એક યુવાનનું બાઈક સળગાવાયું: ગામના જ એક શખ્સ સામે ફરિયાદ

Karnavati 24 News

 હળવદ : કારમાંથી ઓઈલ લીક થાય છે કહી નજર ચૂકવી ૪૦ લાખ લઈને ગઠીયો છુમંતર

Karnavati 24 News

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

Karnavati 24 News

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin

मंडी सिंघाड़े लेकर जा रहे टेंपो को ट्रैक्टर ने रौंदा।

Admin
Translate »