Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

ભાજપ ડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા સેવાકીય કાર્યને સફળતા પુર્વક પુર્ણ કરવા બદલ અભિનંદન – સી.આર.પાટીલ

ભાજપ ડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત 75 હજાર દિકરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરી એક વિશ્વરેકોર્ડ પ્રસ્થાપિથ કર્યો તેનું સર્ટિફિકેટ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને અર્પણ કરવામાં આવ્યું. હિમોગ્લોબિન ટેસ્ટીંગ કાર્યક્રમમાં આશરે 2 હજાર જેટલા ડોકટરઓ અને લેબ ટેકનિશિયનઓ સેવાકીય કાર્યમાં જોડાયા. ડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા સેવાકીય કાર્યને સફળતા પુર્વક પુર્ણ કરવા બદલ અભિનંદન – સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરી વિવિધ સેવાકીય કાર્યો યોજવામાં આવ્યા છે. સેવા પખવાડીયા અંતર્ગતડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા રાજયભરની 18 થી 20 વર્ષની આશરે 75 હજાર દિકરીઓનું હિમોગ્લોબીનનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ એક વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આ સમગ્ર કાર્યક્રમમાં આશરે 2 હજાર જેટલા ડોકટરઓ અને લેબ ટેકનિશ્યનઓ સેવા આપી. આ કાર્યક્રમ વિશ્વરેકોર્ડમાં સ્થાન મળતા આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજયની દિકરીઓ માટે હિમોગ્લોબિન ટેસ્ટ અને આયર્ન ટેબ્લેટનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. અંદાજે 750 સ્થળે થી 75 હજાર જેટલી દિકરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સરકારી તંત્ર કે સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ભાજપ સેલના ડોકટર, ટેકનિશિયન અને મહિલા મોરચા દ્વારા દિકરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરી સેવાકીય ભગીરથ કાર્યને સફળ બનાવ્યો તે બદલ ટીમને અભિનંદન. આ સિવાય વડા-પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે આશરે 74 હજારથી વધુ બલ્ડ યુનિટ એકત્ર કરવામાં આવ્યુ તે પણ એક રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આ કાર્યક્રમમાં ડોકટર સેલના સંયોજક ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર,મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપીકાબેન સરડવા, પ્રદેશ મીડિયાના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશના સહ પ્રવકતા ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. 

 

संबंधित पोस्ट

Pregnancy Planning: આ ત્રણ મહિનામાં ગર્ભવતી થવું સૌથી ખતરનાક, મહિલાઓ રહે સતર્ક

Karnavati 24 News

સ્થૂળતાથી પીડિત લોકોએ આ રીતે ચિયા સીડ્સનો ઉપયોગ કરવો જોઈએ, થોડા દિવસોમાં જ ફરક દેખાશે

Admin

યુરિક એસિડ વધે ત્યારે ચાલવું મુશ્કેલ છે? આ વસ્તુઓને તરત જ આહારમાં સામેલ કરો.

Karnavati 24 News

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News

દાળના ફાયદા: જાણો મસૂરના આ ફાયદા, ભવિષ્યથી નહીં પસ્તાવો; પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે

હેલ્થ ટીપ્સઃ 20 રૂપિયાની આ વસ્તુ પેટની સમસ્યા દૂર કરશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો

Admin
Translate »