હળવદ શહેરની બેંક નજીક આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી ગઠીયો ૪૦ લાખની રકમ લઈને છુમંતર થયો હતો જે બનાવને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ૪૦ લાખની ચોરી કરી જનાર ઈસમને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં પીએમ આંગડીયા પેઢીના કર્મચારીની નજર ગઠીયો ૪૦ લાખની રકમ લઈને ફરાર થયો છે શહેરની એસબીઆઈ બેંક પાસે એક ઇસમેં કારમાં ઓઈલ લીક થાય છે કહીને કર્મચારીની નજર ચુકડી પાછળની સીટમાં રહેલ રોકડ ભરેલ થેલો લઈને ફરાર થયો હતો જે થેલામાં ૪૦ લાખની રોકડ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે જે બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ એ એ જાડેજાની ટીમે સીસીટીવી ફૂટેજની તપાસ ચલાવી છે તેમજ જીલ્લામાં નાકાબંધી કરીને ગઠીયાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વિવિધ ટીમો બનાવી પોલીસ ટીમ સઘન તપાસ ચલાવી રહી છે