જામનગરમાં સ્વામીનારાયણનગરમાં મામા સાહેબના મંદિર પાસે પાર્ક કરેલ એક ટ્રકની ટ્રોલી માંથી પાંચ હજાર રૂપિયાની કીમતના ટાયરની ચોરી થવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરમાં સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલ મામા સાહેબના મંદિર પાસે વિમલભાઈ મગનભાઈ કંબોયાએ પાર્ક કરેલ પોતાના ટ્રકની ટ્રોલીમા રાખેલ રૂપિયા પાંચ હજારની કીમતના એમ.આર.એફ કંપનીના સ્પેર વ્હીલના ટ્યૂબ ટાયરને કોઈ સખ્સો ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.