જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક યુવાનનું મોટરસાઇકલ સળગાવી નાખવામાં આવ્યું છે. જે મામલે મૂંગણી ગામના જ શકદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મુંગણી ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા સાગર મનસુખભાઈ પરમાર નામના યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાના ફળિયામાં રાખેલું પોતાનું બાઇક કોઈ અજ્ઞાત શખ્સોએ સળગાવી નાખી રૂપિયા ૩૫,૦૦૦ નું નુકસાન પહોંચાડયાનું જાહેર કર્યું છે.જે બાઈક સળગાવી નાખવામાં શકદાર તરીકે મૂંગણી ગામ ના યુવરાજસિંહ દેદા અથવા તો તેના કોઈ મળતીયાનું કારસ્તાન હોવાનું જાહેર કર્યું છે. ફરિયાદી તથા આરોપીને અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ બાઇક સળગાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
