Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

પોસ્ટમેન આ માધ્યમથી ઘરે-ઘરે જઇને આધાર સેવા પહોંચાડશે. UIDAIએ કહ્યું કે તે હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 48,000 પોસ્ટમેનને દૂર-દૂરના વિસ્તારમાં ઘરે-ઘરે જવા અને આધાર નંબરને મોબાઈલ નંબરો સાથે જોડવા, વિવરણ અપડેટ કરવા, આ સાથે નવા આધારની નોંધણી કરવાની સુવિધા આપશે. આ સુવિધા હેઠળ દૂર-દૂરના વિસ્તારમાં રહેતા લોકોને જોડવામાં આવશે.

1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે

યુઆઈડીએઆઈના એક વરિષ્ઠ અધિકારીએ વેબસાઈટને માહિતી આપતા કહ્યું કે યોજનાના બીજા ભાગમાં બધા 1,50,000 પોસ્ટના અધિકારીઓને કવર કરવામાં આવશે. અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે યુઆઈડીએઆઈ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો અને વધુમાં વધુ નાગરિકોને નોંધણી કરાવવાનો છે.

પોસ્ટમેન આધાર કિટની સાથે આવશે

યુઆઈડીએઆઈની આ યોજના હેઠળ વાત કરતા કહ્યું કે આ આધાર કાર્ડ ધારકોને આવશ્યક વિવરણને અપડેટ કરાવવા માટે પોસ્ટમેનને આવશ્યક ડિજિટલ ગિયર જેવા ડેસ્કટૉપ અથવા લેપટોપ આધારીત કિટ પ્રદાન કરશે. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી બાળકની નોંધણી માટે ટેબલેટ અને મોબાઈલ-આધારિત કિટનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

PM કિસાન સન્માન નિધિ યોજના માં 2000 નો હપ્તો થશે જમા

Karnavati 24 News

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે

Karnavati 24 News

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

Admin

દેશમાં 24 કલાકમાં 547 નવા કેસ, એપ્રિલ 2020 પછી નોંધાયા સૌથી ઓછા કેસ

Admin

આજે જજમેન્ટ ડે: કોર્ટે તાજમહેલ પર અરજદારને ફટકાર લગાવી

Karnavati 24 News

AP Election Commissioner: आंध्र प्रदेश चुनाव आयुक्त के रूप में डॉ एन रमेश कुमार को सौंपी गई जिम्मेदारी

Admin