Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો રાધનપુર તાલુકાના અબીયાણા ગામથી 12 જેટલા ગામોને બનાસ નદીના કિનારે વસેલા છે અને આ ગામો માં જવા માટે બનાસ નદી ના પટ માંથી પસાર થઈ ને આ 12 ગામો જવું પડે છે વરસાદ ચોમાસાની સિજનમાં પાણી વધુ આવતા અહી અવર જવર પર ગ્રામજનો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે 2017 માં બનાસ નદી માં પુર આવતા 12 ગામો નો સંપર્ક તૂટ્યો હતો ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ મુલાકાત બાદ અહી બ્રિજ મંજૂર કર્યો હતો અને 2018 માં કામ શરૂ થયું હતું આજે આ પુલ ને 4 વર્ષ થવા છતાં પુલ કામ પૂર્ણ ન થતા તાજેતરમા રાધનપુર તાલુકા માં 6 ઇંચ વરસાદ પડતાં બનાસનદીમાં પાણી આવતા અબિયાણા, બિસ્મિલ્લાહ ગંજ ,અગીચાણા ગામડાઓ ને ફરી એક વાર ભય ના ઓથાર વચ્ચે જીવન જીવી રહ્યા છે ત્યારે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ આ ગામડાઓ ની મુલાકાત લીધી હતી તેમજ પુલ નું કામ જલદી બને તે માટે સરકાર અને વહીવટી તંત્ર નું ધ્યાન દોરવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

संबंधित पोस्ट

કાલે કેદારનાથના દર્શનની પ્રતીક્ષા સમાપ્ત થશે, ગૌરીકુંડથી ધામ સુધી ભક્તોનું ટોળું વધ્યું, મહાદેવનો જયજયકાર

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

1.3 કિમી પહોળો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

Karnavati 24 News

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News

હિન્દીનો વધતો પ્રભાવ: વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનું પ્રભુત્વ ઝડપથી વધ્યું છે

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News
Translate »