Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે અંબાણી, વિદેશની ધરતી પર કરશે મોટી ડીલ

ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણી હેલ્થ સેક્ટરમાં ઉતરવા જઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં જ એક મોટી ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણીના સ્વામિત્વ વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને યુએસ બાયઆઉટ ફર્મ અપોલો ગ્લોબલ મેનેજમેન્ટનું કંસોર્ટિયમ વાલગ્રીન્સ બૂટ્સ એલાન્યસ  (Walgreens Boots Alliance) માટે બોલી લગાવવાના છે. આ કંસોર્ટિયમ બૂટ્સ કંપનીના આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ અને ડ્રગસ્ટોર એકમોના અધિગ્રહણની બિલકુલ નજીક છે.

5 બિલિયન પાઉન્ડની છે વેલ્યુ 

એક રિપોર્ટ અનુસાર Walgreens Boots Allianceના અધિગ્રહણ માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એક સૂત્રના હવાલે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવે વ્યાપારનું મુલ્ય 5 બિલિયન પાઉન્ડ રાખ્યું છે. ફંડિંગ માટે કંસોર્ટિયમ વૈશ્વિક નાણાકીય દિગ્ગજોની સાથે વાતચીત કરી રહ્યું હતું. જો આ સોદો પુરો થઈ જાય તો આ રિલાયન્સનું સૌથી મોટુ અધિગ્રહણ હશે.

અબજપતિ ઈસ્સા બ્રધર્સ પીછેહટ કરશે 

રિલાયન્સ અપોલો કંસોર્ટિયમ માટે સંભાવનાઓ ત્યારે વધારે વધશે જ્યારે અબજપતિ ઈસ્સા બ્રધર્સ મોહસિન અને જુબેર ઈસ્સાએ તેના અધિગ્રહણ માટે પ્રસ્તાવને આગળ વધારવાના અનુરોધ પર રોક લગાવી દીધી છે. હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે કંસોર્ટિયમથી આ કંપનીની ડીલ થવી લગભગ નક્કી છે.

संबंधित पोस्ट

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ ઘટાડ્યું 13 કીલો વજન, આ છે ફીટનેસનું રાજ

Admin

આ કંપની સાથે જોડાશે અદાણીનું નામ, રોજેરોજ અપર સર્કિટ મારતા શેર, 21 દિવસમાં 115% વળતર

Karnavati 24 News

છ મહિનામાં ભારતનો સોનાનો ભંડાર 16.58 ટન વધીને 760.42 ટન થયો

Karnavati 24 News

Bank Holidays In May 2022 :મે મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે, RBIએ રજાઓની યાદી બહાર પાડી…

Karnavati 24 News

જાહેર ક્ષેત્રની કંપની તેના રોકાણકારોને દરેક બે શેર માટે એક બોનસ શેર આપશે, એક્સ બોનસ તારીખે ભાવ વધે

Karnavati 24 News

ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જાણો કયા શહેરમાં કેટલા ભાવ વધ્યા છે, ગઈ કાલે 80 પૈસાનો વધારો થયો હતો

Karnavati 24 News