Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

‘અત્યારે તો હું કોંગ્રેસમાં છું’, હાઇકમાનને અલ્ટીમેટમ આપતા હાર્દિક પટેલે કહ્યુ- રસ્તો કાઢવો પડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસની ચિંતા વધારી રહ્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ હાઇકમાનને અલ્ટીમેટમ આપતા કહ્યુ છે કે તે અત્યારે પાર્ટીમાં છે પરંતુ વસ્તુ ના બગડે, તેની માટે હાઇકમાને કઇક કરવુ પડશે. હાર્દિક પટેલે કહ્યુ કે, કેટલાક નેતા છે, જે ઇચ્છે છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દે. આવા લોકો મારૂ મનોબળ તોડવામાં લાગેલા છે. જોકે, તેમણે કોઇ નેતાનું નામ લીધુ નહતુ. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ વાત કહી છે અને આ સાથે જ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે.

રસ્તો નીકળશે તો જ કોંગ્રેસમાં રહી શકીશ- હાર્દિક

હાર્દિક પટેલે ટ્વીટ કર્યુ, હું અત્યારે કોંગ્રેસમાં છું. મને આશા છે કે કેન્દ્રીય નેતા કઇક રસ્તો કાઢશે જેથી હું કોંગ્રેસમાં રહી શકુ. અહી કેટલાક એવા લોકો છે, જે ઇચ્છે છે કે હાર્દિક પટેલ કોંગ્રેસને છોડી દે. આ લોકો મારૂ મનોબળ તોડવામાં લાગેલા છે.  હાર્દિક પટેલનું આ નિવેદન સોમવારે તે સ્પષ્ટતા પછી આવ્યુ છે જેમાં તેમણે કોંગ્રેસ છોડવાના સમાચારને ફગાવી દીધા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં ડિસેમ્બર સુધી યોજાવાની છે અને આ પહેલા હાર્દિક પટેલના વલણે કોંગ્રેસ કેમ્પની ચિંતા વધારી દીધી છે. હાર્દિક પટેલે રામ મંદિર નિર્માણ માટે ભાજપની પ્રશંસા કરી હતી. આ સિવાય તેણે ગુજરાતમાં કોંગ્રેસના મુકાબલે ભાજપને મજબૂત ગણાવી હતી.

યુવા નેતાઓને કોંગ્રેસમાં સ્પેસ આપવા અપીલ

પાટીદાર નેતાએ કહ્યુ હતુ, લોકો તો ઘણી વાતો કરે છે. જો બિડેન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા તો મે તેમની પ્રશંસા કરી હતી કારણ કે તેમના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ બન્યા હતા, જે ભારતીય મૂળના હતા. જેનો અર્થ શું આ છે કે હું જો બિડેનની પાર્ટીમાં જવાનો છું. રાજનીતિમાં જો તમારો દુશ્મન મજબૂત હોય છે તો પછી તમારે આ વાત સમજવી જોઇએ. હાર્દિક પટેલે કહ્યુ કે જો ભાજપ યોગ્ય નિર્ણય લઇ રહી છે અને તુરંત લઇ રહી છે અને પોતાનો સમય બરબાદ કરી રહી છે તો આ ખોટુ છે. અહી એવા ઘણા લોકો છે જે ઇચ્છે છે કે પાર્ટીને મજબૂત કરવામાં આવે. મારો આટલો જ મત છે કે કોંગ્રેસમાં યુવા નેતાઓને જગ્યા આપવામાં આવે.

નવી ડીપીથી આપ્યા હતા સંકેત, ભગવા શાલમાં જોવા મળ્યો હતો હાર્દિક પટેલ

મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલે સોમવારે વૉટ્સએપની ડીપી પણ બદલી નાખી હતી. નવી તસવીરમાં પંજો ગાયબ હતો અને હાર્દિક પટેલ ભગવા શાલમાં જોવા મળ્યો હતો. હાર્દિકની નવી તસવીરોએ પણ અટકળો તેજ કરી હતી કે તે શું ભગવા કેમ્પનો ભાગ બનવાનો વિચાર કરી રહ્યો છે. જોકે, આમ આદમી પાર્ટીમાં જવાની પણ અટકળો લાગી રહી છે.

संबंधित पोस्ट

આવતીકાલે NCC રેલીને સંબોધશે PM મોદી, 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે

Admin

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News