Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ફરી કોરોના એ માથું ઉચક્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા ૧૦ દિવસમાં અંદાજે ૧૦૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં હવે ધ્રાંગધ્રા – હળવદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી છે..આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા – હળવદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થયા બાદ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઇસોલેટ થયા છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ રિપોર્ટ કરાવી લેવા સલાહ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેકટર કચેરી ખાતે બે દિવસ પહેલા યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય પરસોતમ સાબરિયા કલેકટરની પાસે જ બેઠા હતા તેમજ આ બેઠકમાં અધિકારીઓ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત હતા ત્યારે ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં પણ ચિંતા વધી છે. જ્યારે ધારાસભ્ય સાબરીયાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેમજ ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા તેમના સમર્થકો, શુભેરછકો અને રાજકીય હોદેદારો સહિત કાર્યકરોએ મેસેજ તેમજ ફોન દ્વારા ખબર અંતર પૂછ્યા હતા અને જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

संबंधित पोस्ट

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin

આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વલસાડમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો

Admin

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News