Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

મુખ્યમંત્રી રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. આદિવાસી બંધુઓના સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે.
 વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે ત્યારે દાહોદનાં ઝાલોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
 ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વવારા કરવાના છે. જેમાં વ્યક્તિલક્ષી લાભની વિગત જોઇએ તો ૭૫૦૦ આવાસો માટે રૂ. ૯૦ કરોડના ચેકનું વિતરણ કરાશે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૧૧૦૦૦ અધિકારપત્રોનું વિતરણ કરાશે. સિકલ સેલના ૬૦૦૦ દર્દીઓને રૂ. ૩.૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. તેમજ ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની રૂ. ૧૬૦ કરોડની સહાયનું વિતરણ કરાશે. તદ્દઉપરાંત ૨૫૦૦ લોકોને દૂધાળા પશુઓના લાભ અને ૨૦૦૦ ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ અપાશે.
 ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

संबंधित पोस्ट

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

જિલ્લા કલેકટર ક્ષિપ્રાના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી આ કેમ્‍પમાં દિવ્‍યાંગ રોજગાર ભરતી મેળાની પણ નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

Where does the mind go when asleep? Read an excerpt from When Brains Dream

ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઇ

Admin
Translate »