આઝાદીના 75 વર્ષની ઉજવણી અને ભાજપના સ્થાપના દિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા ગત 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી એક બાઈક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજયના 41 જિલ્લાઓમાંથી પસાર થયા બાદ આવતી કાલે સુરત ખાતે રેલીનું સનાપન થયું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આ રેલી પરવટ પાટીયાથી મોટા વરાછા સહીતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલીનું સ્વાગત કરવા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશ ભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવામાં પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી બાઈક રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો.ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદથી શરૂ થયેલી યુવા ભાજપની રેલીનું આજે સમાપન સાંજના પાંચ કલાકે પરવત પાટિયાથી પુણા, કાપોદ્રા, વરાછારોડ, હીરાબાગ સીતાનગર ચોકડી પુણાગામ યોગીચોક સરથાણા સહિતના વિસ્તારોમાં ફરી મોટા વરાછા ખાતે જંગી જનમેદની સાથે સભા યોજી સમાપન થય હતી. મહત્વની વાત છે કે ભાજપ દ્વારા રેલી સ્વરૂપે એક શક્તિ પ્રદર્શન યોજયું હોય તેવું કહી શકાય ..જેમાં મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકર્તા તેમજ સૂરત પોલીસ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં…

previous post