Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મદાવાદ રિવરફ્રન્ટ ની જેમ જ સુરતનો રિવરફ્રન્ટ પણ બનશે, તાપી નદીને 23 કિમી સુધી ઉંડી કરાશે

તાપી નદીને શુદ્ધ કરવામાં આવશે તેવું નિવેદન બીજેપી પ્રદેશપ્રમુખ આર પાટીલે આપ્યું હતું. તાપી નદીમાં શુદ્ધિકરણ માટે સૌથી મોટું કામ હાથ ધરવામાં આવશે. ટેન્ડર નો એક પણ રૂપિયો ચૂકવ્યા વિના તાપી નદીને ઊંડી કરવામાં આવશે. રોયલ્ટીના રૂપિયા લીધા વિના તાપી નદીને લાગતું આ કામ કરાશે.

23 કિલોમીટર લાંબી તાપી નદીને ઊંડી કરાશે. આ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ ની જેમ જ સુરતનો રિવરફ્રન્ટ પણ બનશે. શહેરમાં બેરેજ પણ બનાવવામાં આવશે જેથી સુરતવાસીઓને ચોખ્ખું પાણી મળી શકે. રાજ્ય સરકારે 900 કરોડનું ટેન્ડર પાડ્યું છે ૨૩ કિલોમીટર લંબાઇમાં તાપી નદીને ઉંડી કરાશે.
આ અંગે વધુમાં જણાવતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરત આજની સભામાં જણાવ્યું હતું કે, ૨૩ કિલોમીટર સુધી તાપી નદીને ઊંડી કરવામાં આવશે અને દસ વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ પણ થશે. એના કારણે આપણી નદી ની કેપેસીટી વધી જશે.
 તાપી નદીની કેપેસિટી વધવાના કારણે નદી બંને કાંઠે વહેતી દેખાશે. ૨૩ કિલોમીટર નદીને ઉંડી કરવાનું કામ એક વર્ષમાં કામ પૂર્ણ થાય એવા મોટા મોટા જે મશીનરી જેની પાસે છે તેઓ જ આ ટેન્ડરો ભરે. એવી કડક શરતો સાથે સરકારી ટેન્ડર ભરવું તેમ કહ્યું હતું.

संबंधित पोस्ट

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય માય ભારત અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા અંતર રાજ્ય  યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન

Gujarat Desk

મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

Gujarat Desk

‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

Gujarat Desk

100 બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના પરિસરમાં CRPF દિવસ-2025ની ઉત્સાહભેર ઉજવણી

Gujarat Desk

ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા તા.૧૮મીએ સુરતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ’ યોજાશે

Gujarat Desk

ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત

Karnavati 24 News
Translate »