આજે સવારે 11 વાગ્યે મતદાન શરૂ થઈને બપોરના 3 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન થયેલ, મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3.30 વાગ્યે મતગણતરી ચાલુ કરવામાં આવેલ, મતગણતરી ને અંતે પ્રમુખ તરીકે પરેશભાઈ રામાણી – (136 મત), ઉપપ્રમુખ-1 તરીકે એચ.એમ.જાડેજા -(163 મત), ઉપપ્રમુખ-2 તરીકે જે.કે. પારધી-(125 મત) સેક્રેટરી તરીકે ભાવેશભાઈ બી. શીંગાળા-(133 મત), જોઈન્ટ સેક્રેટરી-1 તરીકે વિનયકુમાર બી. રાખોલિયા-(154 મત) તથા જોઈન્ટ સેક્રેટરી-2 તરીકે મિતુલભાઈ ડી. રૈયાણી-(148 મત)સાથે “લડાયક” પેનલ ના તમામ 6 ઉમેદવારો ની ભવ્ય જીત થઈ હતી, આ ભવ્ય જીતને ગોંડલ બાર એસોસિએશન ના સિનિયર , જુનિયર વકીલો, જજીસશ્રીઓ, કોર્ટ સ્ટાફ, ઉમેદવારોના મિત્રો, સાગા સંબંધીઓ અને શુભચિંતકોએ વધાવી હતી અને વિજેતા ઉમેદવારોને હારતોરા કરી, અબીલ ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી ને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી*