Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

New Born Babyને ઇન્ફેક્શનથી બચાવવા ફોલો કરો આ ટિપ્સ, ક્યારે નહિં જવું પડે દવાખાને

બાળકનો જન્મ થતા જ માતા-પિતાની જવાબદારીઓ વધી જાય છે. ખાસ કરીને નવજાત શિશુની દેખભાળ ખૂબ જ જરૂરી હોય છે. તમારી થોડી પણ બેદરકારી ક્યારેક ભારે પડી શકે છે. આમ, બાળકોને સુરક્ષિત અને કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનથી શરૂઆતના સ્ટેજમાં બચાવવા ખૂબ જ જરૂરી છે, કારણકે નવજાત બાળકના જન્મ સમયે બહારનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ વધારે હોય છે. તો જાણો ઇન્ફેક્શનથી બચાવવા માટે શરૂઆતના સ્ટેજમાં શું કાળજી રાખશો.

શારિરિક વિકાસ જરૂરી

બાળકોને એમના સમયે ફિડીંગ કરાવવાનું રાખો. નાનું બાળક બોલી ના શકવાને કારણે શરૂઆતના સમયમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બાળકનું વજન ખાસ મહિને ચેક કરતા રહો. જો ઓછુ થાય છે તો તરત જ ડોક્ટરની સલાહ લો. બાળકોને દૂધ પચવામાં તો કોઇ સમસ્યા થઇ રહી નથી ને? આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખો. તમારા બાળકનો સમય પર વિકાસ થઇ રહ્યો છે કે એ ખાસ ચેક કરો. શરીરમાં પૂરતું પોષણ ના મળે તો પણ વારંવાર ઇન્ફેક્શન લાગી શકતુ હોય છે.

બાળકોને હાઇડ્રેટ રાખો

તમે બાળકને ડાયપર પહેરાવો છો તો ખાસ ધ્યાન રાખો અને સમયે બદલાવતા રહો. જો તમે એકનું એક ડાયપર પહેરાવી રાખો છો તો ઇન્ફેક્શન થવા લાગે છે.

ફિડીંગ સમય પર કરાવો

નવજાત બાળકને ફિડીંગ સમયે કરાવવાનું રાખો. ધણી માતાઓ આ બાબત પર પૂરતું ધ્યાન આપતી નથી જેના કારણે શરીરમાં અનેક પ્રોબ્લેમ્સ થવા લાગતા હોય છે. સ્તનપાન કરાવવાથી બાળકનું સ્વાસ્થ્ય સારુ રહે છે અને માના શરીરમાં એન્ટીબોડી જનરેટ થાય છે.

ખાસ આ ધ્યાન રાખો

  • બાળકને રોજ સ્નાન કરાવો અને શરીરને સાફ રાખો.
  • બાળકને માલિશ કરીને નવડાવવાની આદત પાડો.
  • ફિડીંગ કરાવ્યા પછી તરત જ બાળકનું બહારથી મોં પાણીથી સાફ કરો. જેના કારણે ચહેરાનું કોઇ ઇન્ફેક્શન ના થાય.

संबंधित पोस्ट

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

Karnavati 24 News

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

અલંગ ભંગાણ અર્થે આવતા જહાજ માંથી થયેલ ચોરીનો દોઢ લાખનો કીમતી સમાન સરતાનપર બંદર ગામેથી ઝડપાયો

Karnavati 24 News
Translate »