વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં ગામની આજુબાજુમાં નોન ટી.પી. વિસ્તારમાં રહેણાંક વિકાસ થયેલ છે. આ ગામોની આજુબાજુ થયેલ વિકાસને કારણે વસવાટ વધતા ઉત્પન્ન થતા ઘન કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતો પાસે પુરતા સાધનો ન હોવાને કારણે ઘન કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતો દ્વારા ઈ-રીક્ષાની માંગણી કરવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયતની માંગણી પરત્વે વુડા બોર્ડની મંજુરી બાદ ઈ-રીક્ષાની ફાળવણી કરવામાં આવે છે. જે મુજબ અત્યાર સુધી 30 ગ્રામ પંચાયતોને 103ઈ-રીક્ષા ફાળવી આપેલ છે તથા 07 ગ્રામ પંચાયતો માટે 20 માંથી 14 ઈ-રીક્ષાઓ ફાળવવા એજન્સીને વર્ક ઓર્ડર આપેલ છે. વપરાશમાં ન હોય તેવી 06 ઈ-રીક્ષા કોયલી 3 તથા અણખોલ ૩ ગ્રામ પંચાયત દ્વારા પરત આપેલ છે. તેમજ અગાઉ વુડા બોર્ડ બેઠકના ઠરાવ અન્વયે દુમાડ ગ્રામ પંચાયત અને નિમેટા ગ્રામ પંચાયતોની માંગણી પરત્વે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી ઈજારદાર નક્કી કરી દુમાડ ગ્રામ પંચાયતને 4 તથા નિમેટા ગ્રામ પંચાયત ૩ ઈ-રીક્ષા આપવાનું નક્કી થતા તે પરત્વે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. જેમાં ઈજારદાર સાથે ભાવો નક્કી કર્યા બાદ વર્ક ઓર્ડરની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.અગાઉ તલસટ ગ્રામ પંચાયતને 1 ઈ-રીક્ષા ફાળવી આપેલ હતી. હાલમાં તલસટ ગ્રામ પંચાયત દ્વારા 5 તથા ખટંબા ગ્રામ પંચાયત દ્વારા 2 ઈ-રીક્ષાની માંગણી આવેલ છે. તે પરત્વે ટેન્ડર પ્રક્રિયા બાદ નવા ભાવ મુજબ તલસટ ૩, ખટંબાને 02 ગ્રામ પંચાયતોને કુલ 5 ઈ-રીક્ષાની માંગણી પરત્વે ઈ-રીક્ષાની ખરીદી કરી મરામત અને નિભાવણી જેતે ગ્રામ પંચાયત ધ્વારા કરવાની શરતે ફાળવણી કરવા તથા તે અંગે થનાર ખર્ચની મંજુરી આપવા જે કાર્યવાહીને બહાલી આપવા અંગેનો મુદ્દો વુડા બોર્ડના સર્વ સભ્યશ્રીઓ સમક્ષ ચર્ચા વિચારણા તથા નિર્ણય અર્થે રજુ કરતા ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.