Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

સુપ્રીમ કોર્ટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડને લગતી અરજીને ફગાવી દીધી છે એવી સમાચાર મળી રહ્યા છે.  અરજદારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમિતિઓની રચના કરવાના નિર્ણયને પડકાર્યો હતો. જોકે અરજદારની આ અરજીને ફગાવી દેતા CJI જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, તેમાં શું ખોટું છે? યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવવી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા તેની સાથે સંબંધિત દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

રાજ્યોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે: હાઈકોર્ટ

આપણે જણાવી દઈએ કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમિતિઓની રચના કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. CJI જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે સોમવારે અરજી પર સુનાવણી હાથ ધરી હતી. CJI જસ્ટિસ ચંદ્રચૂડે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે, તેમાં ખોટું શું છે? બંધારણની કલમ 162 હેઠળ રાજ્યોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે. આને પડકારી શકાય નહીં. આ ટીપ્પણી સાથે, સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે રચાયેલી સમિતિ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

ભાજપના રામ મંદિર, કલમ-370 બાદ UCCનો મુદ્દો: 

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ભાજપના મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ અને દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણનો સમાવેશ થાય છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર UCCનો મુદ્દો જ બચ્યો છે. નોંધનીય છે કે, ભાજપ એ તરફેણમાં છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો જોઈએ. ધર્મના આધારે કોઈ અલગ વ્યવસ્થા ન હોવી જોઈએ. લગ્ન, છૂટાછેડા અને મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન વ્યવસ્થા હોવી જોઈએ.

संबंधित पोस्ट

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

12 દિવસ બાદ ભાવનગર ગ્રામ્યમાં કોરોનાએ દેખા દીધા : 2 કેસ. . . .

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin