કપરાડાના નાનાપોંઢા ગામે પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેર જનસભાને સંબોધી હતી.
પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ આજે ફરી એક દિવસ તેમના વતન ગુજરાતમાં બે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં કપરાડા નજીક નાનાપોંઢા ખાતે જાહેરસભા અને ભાવનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિ સમુહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સુરત એરપોર્ટ થી વલસાડ પહોંચી કાર્યક્રમ સ્થળ પહોંચ્યા હતા.
પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.જાહેરસભામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુ હેમંતભાઇ કંસારાએ પ્રસાંગીક સંબોધન કર્યુ હતું.
પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, લોકતંત્રના ઉત્સવનું બ્યુગલ વાગ્યું છે. ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઇ-બહેનો વચ્ચે રાખ્યો છે તેનો મને ખૂબ જ આંનદ છે. મારા માટે A ફોર એટલે આદિવાસી.. એટલે મારા માટે સૌભાગ્યની વાત પણ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ.
પીએમ મોદી એ વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં જે વાવળ આવે તે એ જ આવે છે કે ગુજરાતના લોકોએ ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી દીધું છે. ગુજરાત ફરી ભાજપ સરકાર બનાવશે તેની સાથે જૂના તમામ રેકોર્ડ તોડવાનુ પણ મન બનાવી દીધું છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે એટલો સમય હું આપીશ. આ વખતની ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું.