Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 96,243 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4,311 ઉમેદવારો પાસ થયા છે. હવે આ પરીક્ષાર્થી મેઇન પરીક્ષામાં બેસી શકશે. પરિણામની સાથે કટ ઓફ માર્કની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

2939 પુરૂષ ઉમેદવારો પ્રીલિમ પરીક્ષામાં પાસ થયા છે. ટુંક સમયમાં મેઇન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. 1382 બેઠક માટે 96 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6 માર્ચે પીએસઆઇની પ્રીલિમિનરીની પરીક્ષા યોજાઇ હતી. પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઇની શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે આવ્યા હતા.

પીએસઆઇની પરીક્ષામાં હજારો પરીક્ષાર્થી મહેનત કરતા હોય છે ત્યારે 4,311 ઉમેદવારો પાસ થયા છે. 1,313 મહિલા ઉમેદવાર પણ આ પરીક્ષામાં પાસ થયા છે. પીએસઆઇની મેઇન પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવી શકે છે. પાસ થયેલા પરીક્ષાર્થીઓએ મહેનત કરવા લાગી જવુ જોઇએ. પુરૂષ જનરલ કેટેગરી માટે કટ ઓફ માર્કસ 75 રાખવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે ચોરીનો પ્રયાસ

Admin

કોમ્પ્યુટર ઈન્સ્ટ્રક્ટરની પરીક્ષાનો બીજો દિવસઃ જયપુરમાં 92 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ રહી છે, નકલ અટકાવવા ATS-SOG કરશે મોનિટરિંગ

Karnavati 24 News

7 ફેરા માટે એકલા, કારણ કે વર પણ એક જ હતોઃ ગુજરાતી યુવતીએ જાતે જ પોતાની માંગણી ભરી, પંડિત ન આવ્યા તો મોબાઈલ પર થયો મંત્રોચ્ચાર

Karnavati 24 News

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin

ગારીયાધાર તાલુકા માં ખેડૂતો દ્વારા ખેતી લાયક જમીન ની શરૂઆત

Karnavati 24 News