Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ ! પલસાણા એક જ રાતમાં ત્રણ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી

વાંકાનેડા ગામે મધ્યરાત્રીએ 5 બુકાનીધારી ધાડપાડુઓ ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘુસ્યા હતા. દરવાજો તોડવાના અવાજથી પરિવાર જાગી ગયો હતો, જેમાં ધાડપાડુને પરિવારનો 17 વર્ષીય દીકરો પ્રતિકાર માટે આગળ આવતા, લાકડાનો સપાટો માર્યો હતો. જોકે ઘરનો દરવાજો ખોલી પરિવારના સભ્યે બુમાબુમ કરતા ધાડપાડુઓ ખાલી હાથે ખેતરાડીમાં ભાગી ગયા હતા. બીજા એક ઘરમાં પરિવારના સભ્યોને ચપ્પુની અણીએ બાનમાં લઈને 30 હજારની વધુના ઘરેણાંની લૂંટ કરી હતી. ત્રીજા ઘર પર પથ્થર મારો કરી તોડફોડ કરી હતી, પરંતુ પરિવારે બૂમાબુમ કરતા ત્યાંથી પણ ખેતરાડીમાં ભાગી ગયા હતા. લૂંટારુઓએ પરિવારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 1 જગ્યાએ લૂંટ કરી હતી. જ્યારે બે ઘટનામાં પરિવારોની સતર્કતાના કારણે ધાડ અને લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. લૂંટારુઓ ગામમાં સીસી કેમેરા હોવાથી, ખેતરાડી વિસ્તારને અડીને આવેલા 3 ઘરને ટાર્ગેટ કર્યા હતા. રાત્રે 2:30 વાગ્યે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા વાંકાનેડાના નિશાળ ફળિયામાં રહેતા ગોવર્ધનભાઈ વલ્લભભાઈ સોલંકી પત્ની પ્રતિભા અને તેનો 17 વર્ષીય પુત્ર મોહિત ઘરના વચ્ચેમાં રૂમમાં સુતા હતા. રાત્રીના 2:30 વાગ્યાના અરસામાં 5 જેટલા બુકાની ધારી ધાડપાડુઓ મકાનનો આગળનો દરવાજો સળિયા વળે તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. દરવાજો તૂટવાનો અવાજ આવતા પરિવાર જાગી ગયો હતો. લૂંટારુઓને જોઈ પત્નીએ તરત વચ્ચેના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. ધાડપાડુઓએ વચ્ચેની સ્લાઈડિંગ બારી ખોલી વચ્ચેના રૂમના રહેલા પરિવારના ત્રણ સભ્યોને ચપ્પુ બતાવી બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી કરતા, ધાડપાડુએ દિકરા મોહિતને લાકડાનો સપાટો માર્યો હતો. એજ સમયે ગોરધનભાઈએ તરત પાછળના દરવાજાથી ફળિયામાં નીકળી બુમાબુમ કરતા ધાડપાડુઓ ખેતરના રસ્તે ખાલી હાથેભાગી છૂટ્યા હતા. રોકવાનો પ્રયત્ન કર્યો તો મને ચપ્પુ બતાવી લાકડાનો સપાટો હાથમાં માર્યો મધ્ય રાત્રિએ ઘરના દરવાજાનો તૂટવાનો અવાજ આવતા જ અમે જાગી ગયા, 5 બુકાનીધારીઓને ઘરની અંદર આવતા જોઈ, મમ્મીએ તરત વચ્ચેનો દરવાજો બંધ કરી દીધો હતો. તેઓ સોફા પર ચઢી વચ્ચેની સ્લાઈડિંગ બારી ખોલવા પ્રયત્ન કરતા હું અને મમ્મી પુત્રએ બુમાબુમ કરી તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો. તેઓએ ચપ્પુ બતાવી લાકડાનો સપાટો મને હાથમાં માર્યો અમે બુમાબુમ કરી અને પપ્પા પાછળના દરવાજેથી ફળિયામાં ગઈ બુમાબુમ કરતા કરતા તેઓ ભાગી છૂટ્યા હતા. > મોહિત સોલંકી, વાંકાનેડા ઘરેણાંની સાથે સાથે કાર-મોપેડની ચાવી પણ લઇ ગયા બીજા બનાવમાં 3 વાગ્યાના અરસામાં વાંકાનેડા ગામમાં નિયોલ ગામ તરફ જવાના રસ્તે હળપતિવાસમાં રહેતા ધનસુખભાઈ છનાભાઈ પટેલ (35 )ના ઘરે આ લૂંટારુઓ ત્રાટકયા હતા જ્યાં ખેતરના રસ્તે મકાનના વાડામાં આવી મકાનનો પાછળનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. પરિવાર કઈ સમજે તે પહેલાં જ ધાડપાડુઓ મકાનમાં પ્રવેશી વચ્ચેના રૂમમાં સુતેલા ધનસુખભાઈ અને તેની પત્ની દિપાલીબેન અને મકાનમાં આગળના રૂમમાં સુતેલા 4 બાળકોને ચપ્પુની અણીએ બાનમાં લઇ, મોટી દીકરી સિદ્ધિના ગળામાંથી સોનાની ચેઇન અને ધનસુખભાઈની પત્નીના શરીરે પહેરેલા ચાંદીના ઘરેણાં અને કાનની સોનાની બુટ્ટી તેમજ કબાટમાંથી ચાંદીનો સેટ અને દીવાલે ટીંગાડેલી ઇકો કારની અને મોપેડની ચાવીની લૂંટ ચલાવી મકાનમાં પાછળના રસ્તેથી ખેતરમાં ભાગી છૂટ્યા હતા. લૂંટારૂએ મારી દીકરીના ગળે ચપ્પુ મુકતા તેમણે જે માગ્યું તે આપી દેવું પડ્યું અમે સુતા હતા, અચાનક બેટરીનો પ્રકાશ મારા મોં પર થતા હું જાગી ગઈ ત્રણ માણસો મોઢે કપડા બાંધી ઉભા હતા. હું કઈ સમજુ તે પહેલા જ એકે મારા ગળા પર ચપ્પુ મૂકી ચૂપ રહેવા કહ્યું. અન્યએ મારી મોટી દીકરી સિદ્ધિના ગળા પર ચપ્પુ મુક્કી તમારી પાસે જે હોય, તે આપવા કહ્યું. જેથી મારા કાનની સોનાની બુટ્ટી અને ચાંદીના ઝાંઝર અને ગળામાં સોનાનું પેંડલ પણ આપ્યું. ઉપરાંત કબાટમાંથી ચાંદીનો સેટ અને દીકરીના ગળામાંથી સોનાનું પેડલ લઈ ગયા તેઓ ગયા બાદ અમે બીકના માર્યા સુઈ રહ્યા બાદમાં સંબધી અને ગામના સરપંચને જાણ કરી હતી. > દિપાલી બેન પટેલ, વાંકાનેડા ગામ પથ્થરમારો કરી ઘરની બારીના કાચ તોડી નાંખ્યા ​​​​​​​ત્રીજા બનાવમાં વાંકાનેડા ગામમાં કરાળા ગામ તરફ છેવાડે આવેલા બ્લોક નંબર 120 પરની જમીનમાં ઘર બનાવી રહેતા વિજયભાઈ હેમુભાઈ સાઠલીયાના મકાનને નિશાન બનાવ્યું હતું. આ મકાન ખેતરમાં અવાવરું જગ્યાએ આવેલું હોવાથી મકાનમાં આગળના દરવાજે અડાગરો મારી મકાનની પાછળની તરફ કાચની બારીમાં પથ્થર મારો કરી, કાચ તોડી નાખ્યા હતા. પરિવાર જાગી જતા ધાડપાડુઓને જોઈ પરિવારે બુમાબુમ કરી હતી, તેમજ પરિવારના મોભી વિજયભાઈએ ફોન કરી પડોશીને જાણ કરી હતી બુમાબુમ થતા ધાડપાડુઓ ભાગી છૂટ્યા હતા. એકાએક પથ્થર મારાથી પરિવાર ગભરાઈ ગયું હતું. એક બાદ એક માત્ર બે કલાકમાં ગામમાં અલગ અલગ ત્રણ ઘરોને ધાડપાડુઓએ ત્રાટકતા મળસ્કે આખું ગામ જાગી ગયું હતું. અને પોલીસને બોલાવી હતી. મધ્યરાત્રે અચાનક મોટામોટા પથ્થરોનો મારો શરૂ થતા અમે ગભરાઇ ગયા અમારો પરિવાર સૂતો હતો . આ દરમિયાન મધ્યરાત્રિના બે વાગ્યાના અરસાની આસપાસ અચાનક કાચ તૂટવાના અવાજ આવતાં પરિવાર જાગી ગયો. હું એ આગળનો દરવાજો ખોલી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ બહારથી બંધ હતો હું દીકરાએ રૂમનો દરવાજો ખોલ્યો તો ખેતરમાંથી 4 લોકો મોટામોટા પથ્થર મારી રહ્યા હતા. મેં બાજુમાં રહેતા રાહુલભાઈને ફોન કર્યો પરિવાર જાગી જતા લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. ઘરમાં પથ્થર જોઈ અમારો પરિવાર ભયભીત થઈ ગયો હતો.> વિજયભાઈ સાથલિયા, વાંકાનેડા

संबंधित पोस्ट

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

Karnavati 24 News

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

Karnavati 24 News

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News