Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ



ગાયકવાડ હવેલી પોલીસે પૂર્વ ધારાસભ્યનો પુત્ર જ્વલીત ખત્રી સહિત 4ની ધરપકડ

(જી.એન.એસ) તા. 5

અમદાવાદ,

શહેરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ છે. આ તોડબાજ ટોળકીનો મુખ્ય સૂત્રધાર પૂર્વ ધારાસભ્યનો પુત્ર જ્વલીત ખત્રી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી બિલ્ડર પાસેથી આરોપીઓએ અંદાજિત 24 લાખ રૂપિયા પડાવી લીધા છે.

આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ચાર આરોપીઓ જ્વલીત ભુપેન્દ્રભાઈ ખત્રી, હારુન બેલીમ, બિલાલ લુહાર અને ભરત મહેતાની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેમણે બિલ્ડર પાસેથી અંદાજિત 24 લાખ રૂપિયા ખંડણી પેટે પડાવી લીધા હતા. બિલ્ડરની ગેરકાયદેસર બનતી બિલ્ડીંગોની માહિતી મેળવી તે બિલ્ડીંગ કોર્પોરેશન દ્વારા તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા અને જો બિલ્ડર રૂપિયા ન ચૂકવે તો તેની બિલ્ડીંગો અંગેની માહિતી કોર્પોરેશનને પત્ર લખી જાણ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવતી હતી.

આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, જ્વલિત ખત્રી આર.ટી.આઈ કરી માહિતી મેળવતો હતો. જે આરટીઆઈમાં તેણે બિલ્ડર બિલાલ શેખ દ્વારા બાંધવામાં આવેલી તમામ બિલ્ડીંગોની માહિતી મેળવી હતી. જેમાં કાચની મસ્જિદ પાસે આવેલી સાનિયા રેસીડેન્સી તથા ઈરવા હાઈટ્સ અને ઈરવા હાઈટ્સ 2 સહિતની કેટલીક બિલ્ડીંગ અંગે કોર્પોરેશનમાંથી મંજૂરી મેળવ્યા વિના બાંધકામ કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતા, વર્ષ 2022થી 2024 સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી પાસેથી 23 લાખ રોકડા તથા 25,000 રૂપિયા ઓનલાઈન મેળવી ખંડણી પડાવી હતી. જોકે આરોપીઓ દ્વારા વધુ રૂપિયાની માગ કરતા આખરે પોલીસની મદદ લેવામાં આવી, જ્યાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા આરોપીએ કબુલાત કરી કે સૌપ્રથમ જ્વલિત એક જ રૂપિયા પડાવતો હતો. પછી ફરિયાદીએ રૂપિયા આપવાનું બંધ કરતાં અલગ અલગ પત્રકારોને માહિતી આપી. તેમને પડાવેલી ખંડણીમાંથી પણ તે ભાગ લઈ લેતો. જેથી પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે ફરાર અન્ય બે આરોપી અલ્પેશ દેસાઈ અને ઈમરાન શેખની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ અંગે તપાસ કરતા શું નવી હકીકત સામે આવે છે તે જો મહત્વનું છે.

संबंधित पोस्ट

મહાશિવરાત્રીથી પ્રારંભાયેલો પાંચ દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટી તંત્રની કામગીરી પ્રશંસાપાત્ર

Gujarat Desk

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

ગાંધીનગર જિલ્લામાં તા. ૩૦મી જાન્યુઆરી થી તા. ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાન યોજાશે

Admin

અમદાવાદના વિદ્યાર્થીનું ડાંગમાં કેમ્પ સાઈટ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી મોત

Gujarat Desk

વોટર શેડ યાત્રા આખા દેશમાં હરિયાળી અને ખુશાલી લાવવા માટે કાઢવામાં આવી રહી છે –કેંદ્રીય ગ્રામીણ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ

Gujarat Desk
Translate »