સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર શરૂ થયો ત્યાર થી માસ્ક પહેરવાની કેન્દ્ર અને રાજય સરકારે ગાઇડ લાઇન આપેલ છે. હાલ સમગ્ર ગુજરાતમાં ઓમિક્રોનની ત્રીજી લહેરની અસર શરૂ થઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ એમીક્રોન ના કેસો આવતા વહીવટીતંત્ર દ્વારા કડક નિયમ પાલન માટે પોલીસને આદેશો કરવામાં આવ્યા હતા જે મુજબ ખેડા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 74 હજારનો માસ્ક અંગેનો દંડ વસુલવામાં આવ્યો છે ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ માસ્કને ન પહેરનાર તેમજ જાહેરમાં થુંકનારા ઇસમો વિરુધ્ધ કાર્યવાહિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.૧૮/૧૨/૨૦૨૧ થી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધીમાં ખેડા જિલ્લામાં નડિયાદ પશ્ર્વિમ પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક ન પહેરનારના ૪ (ચાર) કેસમા રૂા.૪,૦૦૦/-, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨ (બે) કેસમાં રૂા.૨૦૦૦/-, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪૦૦૦/-, વસો પોલીસ સ્ટેશનમાં ૧ (એક) કેસમાં રૂા.૧૦૦૦/-, માતર પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪૦૦૦/-, લીંબાસી પોલીસ સ્ટેશનમાં ૩ (ત્રણ) કેસમાં રૂા.૩૦૦૦/-, ડાકોર પોલીસ સ્ટેશનમાં ૧૧ (અગીયાર) કેસમાં રૂા.૧૧,૦૦૦/-, સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ૧૪ કેસમાં રૂા.૧૪,૦૦૦/-, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૭ (સાત) કેસમાં રૂા.૭,૦૦૦/-, આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪,૦૦૦/-, મહુધા પોલીસ સ્ટેશનમાં ૬ (છ) કેસમાં રૂા.૬,૦૦૦/-, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪,૦૦૦/-, ખેડા પોલીસ સ્ટેશનમાં ૧૦ (દશ) કેસમાં રૂા.૧૦,૦૦૦/- મળી કુલ ૭૪ કેસમાં રૂા.૭૪,૦૦૦/-ના દંડની વસુલાત કરેલ છે.
