Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

ઉત્તર પ્રદેશ

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

હાલ, દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીએ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય જુદા જુદા બહાનાઓ બનાવી રાષ્ટ્રવ્યાપી મોંઘવારીને નકારવામાં પણ પાછળ નથી હટી રહ્યા. પરંતુ રાજકારણ અને મોંઘવારીની વચ્ચે સામાન્ય પ્રજા પીસાઈ રહી છે.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક શાકભાજીના માર્કેટમાંથી ચોર તસ્કરો અંદાજે 50 કિલો લીંબુ ચોરી ગયા. આ ઘટના યુપીના શાહજહાપુરમાં બની છે. સતત વધતી મોંઘવારીને કારણે લોકોને હવે શાકભાજીની કિંમત સોના જેવી થતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના યુપીથી સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં ચોર તસ્કરો લીંબુની સાથે સાથે લસણ તથા ડુંગળી પણ ચોરી ગયા છે.

વાત કરીએ મોંઘવારીની, તો પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ બાદ જે રીતે શાકભાજીમાં થતાં ભાવવધારાએ પોતાનો જોર પકડ્યો છે, તેને જોતાં સમગ્ર દેશમાં સામાન્ય વ્યક્તિ પર અસર પડી છે. કારણ કે હાલમાં લીંબુની કિંમત 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને જે 50 કિલો લીંબુની ચોરી થઈ છે, તેની અંદાજિત કિંમત રૂપિયા 12000 ની આસપાસ થાય છે. આ ઘટના બાદ શાકભાજીના વેપારીઓમાં ભારે ગુસ્સો ફેલાયો છે, અને પોલીસ વિભાગ દ્વારા ચોરીની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

યુવાનો માટે ખુશખબર/ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત, સેનામાંથી 4 વર્ષની સેવા આપ્યા બાદ નોકરીએ રાખશે

Karnavati 24 News

પાકિસ્તાની પત્રકારે કહ્યુ,BJP-નૂપુર પર હુમલો બંધ કરો, મુસ્લિમ નેતાઓને કરી આ અપીલ

Karnavati 24 News

ચૂંટણી પૂર્ણ થઇ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાગી લાઇન

Karnavati 24 News

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News
Translate »