(જી.એન.એસ) તા. 28
સિદ્ધપુર,
પાટણના સિદ્ધપુર GIDCમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. SOG ની ટીમ દ્વારા દરોડામાં 5 થી 15 લિટરના શંકાસ્પદ તેલના ડબ્બાઓનું ગોડાઉન ઝડપાયું હતું. આ ગોડાઉનમાં વિવિધ કંપનીના લેબલ વાળા શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. SOG દ્વારા ફૂડ વિભાગ અને FSLને જાણ કરવામાં આવી છે. ₹9.80 લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે અને શંકાસ્પદ તેલના સેમ્પલ FSLને તપાસ માટે મોકલી તપાસ હાથ ધરી છે.
પાટણના સિદ્ધપુરનું GIDCમાં SOGની ટીમે રેડ પાડી હતી. બાતમી આધારે રે્ડ પાડવામાં આવી હતી. જેમાં ત્રણ પ્લોટ હતા તે ત્રણ પ્લોટમાં આખી એક ફેક્ટરી ઉભી કરવામાં આવી હતી અને આ ફેક્ટરીમાં અલગ અલગ બ્રાન્ડના નામે અલગ અલગ તેલ બનાવવામાં આવતા હતા. SOGએ બાતમી આધારે રેડ પાડતા લગભગ 8 લાખ 80,000 થી વધુનો નકલી તેલનો જથ્થો ઝડપાયો છે. એટલે કે કહી શકાય તો હજારો લિટર અખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તાત્કાલિક SOGએ ફૂડ વિભાગ અને FSLને જાણકારી છે. હાલ તો શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ FSLએ તપાસ માટે તજવીજ હાથ ધરી છે.