Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

ગુજરાત પ્રવાસન નિગમ માં મંજૂર મહેકમ અંગે આજે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે નજીવી ખેંચતાણ જોવા મળી હતી. જોકે આ બાબતે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ગૃહમાં સંતોષકારક ઉત્તર આપતા ગૃહમાં શાંતિ છવાઈ હતી.

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પ્રશ્નોત્તરીકાળ માં આજે ગુજરાત પ્રવાસન નિગમના મંજુર મહેકમ અંગેનો પ્રશ્ન વિપક્ષ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. કે છેલ્લા બે વર્ષથી અલગ-અલગ સંવર્ગની મંજૂર થયેલી 201 જગ્યાઓ પૈકી માત્ર 154 જગ્યાઓ હજુ પણ બાકી રહી છે તે અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જેના ઉત્તરમાં પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે આ કામગીરી થઇ શકી નથી એટલું જ નહીં અમારા વિભાગ દ્વારા હાલ ભરતી પ્રક્રિયાના નિયમોની કામગીરી પ્રક્રિયા હેઠળ છે. સાથે સાથે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના પરામર્શ પણ જરૂરી છે. આ ઉપરાંત જો ની ભરતી પ્રક્રિયા ના નિયમોની પણ સંખ્યા કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર ખૂબ જ ઝડપથી ગુજરાતના પ્રવાસન નિગમ માં ખાલી પડેલી જગ્યાઓ પર છે તેવો દાવો કર્યો હતો.

આ તબક્કે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પ્રવાસન મંત્રીને સીધો પ્રશ્ન કર્યો હતો કે તમારા ઉત્તરમાં તમે કોરોના નું કારણ આગળ ધરી લો છો તે વાત સાથે હું સહમત છું પરંતુ વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કયા કારણોસર કરવામાં આવી નથી ? તેવો મુદ્દો ઉપસ્થિત કરતા પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.

संबंधित पोस्ट

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી

ખાંભા તાલુકામાં કિસાન મોરચાના પ્રમુખ, પ્રભારી તેમજ વરિષ્ટ ભાજપના નેતા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

પેટા ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ: બંગાળમાં TMCના શત્રુઘ્ન-સુપ્રીયો જીત્યા, બિહારમાં RJDની જીત

Karnavati 24 News

પૂર્વ કાેર્પાેરેશન વિપક્ષ નેતા બીજેપીમાં જાેડાશે, C.R. પાટીલ સાથે ફાેટાે શેર કર્યાે

Karnavati 24 News
Translate »