Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

આજરોજ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુ.જાતિ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રદ્યુમનભાઈ વાઝાની ઉપસ્થિતિમાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો.

 
માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સફર સુધીમાં બહેનોને સક્ષમ બનાવવાનું કાર્ય થયું છે અને વિશેષ કરીને અનુ. જાતિની બહેનો કે જેમને મહત્વના સ્થાનમાં આગળ કરવામાં મોદી સાહેબનું ખૂબ મોટું યોગદાન ગુજરાતમાં અને દેશની અંદર રહ્યું છે.
 
 
 સમાજમાં અગ્રીમ સ્થાન પર બહેનો પહોંચે અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ તેમજ ભાજપાના સંગઠન દ્વારા થયેલ કાર્યક્રમો થકી એમને આગળ ધપાવવાના પ્રયત્ન થાય છે. નરેન્દ્રભાઈ મોદી 
 અનુસૂચિત જાતિ મોરચાની બહેનોને એક અલગ મહત્વ આપે છે અને જવાબદારી સોંપે છે જેથી સોંપેલી જવાબદારીને લીધે સક્ષમ બની અને સમાજને ઉપયોગી થાય એના માટેના પ્રયત્ન કરે છે.
 
 પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી તો અનેક દાખલાઓ એના માટે આપ્યા છે જ્યારે તે મુખ્યમંત્રી બન્યા હતા અને જ્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રહેવા ગયા ત્યારે અનુસૂચિત જાતિની દીકરી પાસે ઘડો મુકાવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પી.એમ નિવાસસ્થાને જ્યારે રહેવા ગયા ત્યારે પણ તે ઘડો અનુસૂચિત જાતિ મોરચાની દીકરી પાસે મૂકાવ્યો હતો અને એક મેસેજ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ દીકરીઓનું સન્માન કરતો આવ્યો છે જે કોઈપણ દીકરીઓની અંદર ટેલેન્ટ છુપાયેલો છે એ ટેલેન્ટ બહાર આવે એમને તક મળે અને એના દ્વારા બહેનો સમાજની સેવા કરે એના માટેનાં અનેક યોજનાઓ અને પ્રયત્ન કરવામાં આવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ દરેક બહેનોને મળે તે અંતર્ગત કાર્ય કરવામાં આવે છે. 
 
આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી પૂજ્ય સાધ્વી નિરંજન જ્યોતિજી, રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમજી, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, મહિલા બાળ મંત્રી મનીષાબેન વકીલ,પૂજ્ય શંભુનાથજી મહારાજ, સાંસદ કિરીટભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધરાસભ્યઓ આત્મારામભાઈ પરમાર, કરસનભાઈ સોલંકી, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખઓ તેમજ મહામંત્રીઓ વિક્રમભાઈ ચૌહાણ અને ગૌતમભાઈ ગેડિયા સહીત પ્રદેશનાં પદાધિકારીઓ, આગેવાનઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 

संबंधित पोस्ट

ઇન્ડિયા ગેટ પર હવે કેમ નહી સળગે અમર જવાન જ્યોતિ, કોંગ્રેસના આરોપો પછી મોદી સરકારની સ્પષ્ટતા

Karnavati 24 News

‘We’re geared up’: Navy’s centrepiece Vikrant ready for commission ingfy

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

Karnavati 24 News

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

Admin

BJP lawmaker T Raja Singh arrested over derogatory comments against Prophet

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન