Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ પૂરવ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ માળખાની જાહેરાત છે એ પહેલાજ નારાજગી સામે આવી રહી છે.

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં આંતરીક વિખવાદ શરુ થઈ ગયો છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ તેને લઈને સોશિયલ મીડીયા પર એક પોસ્ટ જારી કરી છે.

તેમણે પોસ્ટમાં લખ્યું કે, વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. બધુ આપને ગમે એવું થોડું થાય, જ્યાં હોય ત્યાં વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. છતાંય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ અભીનંદન. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા માળખું જાહેર થતા રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં અર્જુન ખાટરીયાની નિમણુક થતા આ નારાજગી વ્યક્ત થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ તરફથી મોડી રાત્રે કરવામાં આવી હતી. ગઈ કાલે જ તમામ ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો વગેરેને અમદાવાદમાં એકત્રિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ માળખુ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 25 પ્રદેશ ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 75 જનરલ સેક્રેટરીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ પૂરવ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ માળખાની જાહેરાત છે એ પહેલાજ નારાજગી સામે આવી રહી છે.

संबंधित पोस्ट

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે!, માર્ચના અંતમાં રાજકીય ભાવીનો ફેસલો કરશે

Karnavati 24 News

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News
Translate »