Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસ સક્રીય- બનાસકાંઠા બાદ કોંગ્રેસે દારુ મામલે ફરી કરી વડોદરામાં જનતા રેડ

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ ફરી ગત વખતની 2017ની ચૂંટણીઓ ની જેમ આ વખતે પણ દારૂના અડ્ડાઓ પર જઈ જનતા રેડ કરી રહી છે.

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ ફરી ગત વખતની 2017ની ચૂંટણીઓ ની જેમ આ વખતે પણ દારૂના અડ્ડાઓ પર જઈ જનતા રેડ કરી રહી છે. વડોદરામાં યુથ કોંગ્રેસ સક્રીય થઈને શાળા નજીક ચલાવવામાં આવતા દેશી દારુના અડ્ડા પર જઈ રેડ કરી હતી અને મોટ પ્રમાણમાં દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરીથી ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારુ સરકારની નાકની નીચેથી વેચાઈ રહયો છે તેવું પ્રસ્થાપિત કર્યું હતું.

ગત વીકમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ખુદ યુવાનોને સાથે રાખીને બનાસકાંઠામાં જનતા રેડ કરી હતી. જનતા રેડ કરી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિદેશી દારૂ સાથેની બોટલોનો પર્દાફાશ કર્યો હતો. ગત વીકમા પહેલા મોડી રાત્રે યુવાનોને સાથે રાખી બૂટલેગરને ઝડપી પાડયો હતો. વાહન સાથે બુટલેગરને ઝડપી પાડતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂબંધી મામલે ગૃહ વિભાગ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
ત્યાર બાદ  જનતા રેડમાં સાથે રહેનાર યુવાનોના ઘરેથી 13 બોટલ દારૂ ઝડપાયો છે. પોલીસે બે લોકો સામે લુંટ, ધાડ, પ્રોહિબિશન મામલે ફરિયાદ દાખલ કરી છે. જેથી સમગ્ર મામલો ગરમાયેલો છે.

संबंधित पोस्ट

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

Karnavati 24 News

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે હલચલ,હાર્દિક પટેલે કેસરિયા વાળું DP મુકીને કર્યો મોટો ઈશારો

Karnavati 24 News

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે, અગાઉ દાહોદનો પ્રવાસ નક્કી થયો છે

Karnavati 24 News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News
Translate »