Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન જાગૃત્તિ અર્થે સહી ઝુંબેશ યોજવાનું આયોજન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાનાં ૨૫૦ સ્થળો ખાતે આ સહી ઝુંબેશ યોજાશે. જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં મતદાન જાગૃત્તિની સહી ઝુંબેશમાં સહભાગી બને તે માટે ૧૮ કોલેજોમાં પણ આ કાર્યક્રમ યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો સહભાગી બને તેવા ઉમદા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકશાહીના આ અવસરની ભવ્યાતિભવ્ય ઉજવણી મતદાન થકી જ કરી શકાય છે. અવસર લોકશાહીનો સાચા અર્થમાં સાર્થક કરવા માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અઘિકારી સુશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જ્યાં મતદાન ઓછું થયું હતું, તેવાં સ્થળો ખાતે ‘અવસર રથ’ થકી મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે કાર્યરત સ્વીપની કામગીરી અંતર્ગત આવતીકાલ તા. ૨૩મી નવેમ્બરના રોજ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ જિલ્લાના ૨૫૦ જાહેર સ્થળો ખાતે યોજાશે. જેમાં જિલ્લાના ૫૫ મતદાન બુથ કે જયાં મતદાન ઓછું થયું હતું ત્યાં આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ કાર્યક્રમ થકી યુવાઓ મતદાન કરવા પ્રેરાય અને મોટી સંખ્યામાં મતદાન કરીને અવસર લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરે તે માટે જિલ્લાની ૧૮ કોલેજોમાં પણ આ કાર્યક્રમ યોજાનાર છે. તદુપરાંત, જિલ્લાના નક્કી થયેલાં જાહેર સ્થળો અને એસ.ટી. ડેપો ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે.
 ‘હું વોટ કરીશ…’ તે અંગેની જાગૃત્તિ આવે તેવા ઉમદા ભાવ સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ આ અંગેની સુચારું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મતદારો સહભાગી બને તે માટે પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

શું એકનાથ શિંદેને ઝટકો આપશે ફડણવીસ? ઉદ્ધવ જૂથના દાવાથી રાજકીય હલચલ તેજ

Admin

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

Karnavati 24 News

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

Admin