Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે હલચલ,હાર્દિક પટેલે કેસરિયા વાળું DP મુકીને કર્યો મોટો ઈશારો

ગુજરાતના રાજકારણમાં આવનારી ચૂંટણી પહેલા ભારે હલચલ દેખાઇ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પોતાનો વ્હોટ્સએપ ડીપી બદલી નાંખ્યો છે. બે દિવસ પહેલા હાર્દિકે ડીપી પરથી કોંગ્રેસનો પંજો કાઢી નાંખ્યો હતો અને હવે કેસરી ખેસ પહેર્યો હોય તેવી તસવીર મુકી છે. ત્યારે ફરીથી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, હાર્દિક ભાજપમાં જોડાઇ રહ્યો છે?. હાર્દિક પટેલ હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત હાર્દિકે જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી. આ ઉપરાંત હાર્દિકે, ભાજપના વખાણ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપમાં નિર્ણય શક્તિ સારી છે. 2017માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં તેની ભૂમિકા મુખ્ય રહી છે. તે ગુજરાત કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, છતાંપણ તેનુ કહેવું છે કે, હાલ પણ કોંગ્રેસમાં કોઈ મહત્વપૂર્ણ બેઠક કે નિર્ણયોમાં તેને સામેલ કરવામાં આવતો નથી. સમગ્ર મામલો કોંગ્રેસમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે અને આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણી પહેલા પોતાને મુખ્ય ભૂમિકામાં જોવાનો છે. તે ખુદ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માંગતો હતો. નરેશ કોંગ્રેસનો સીએમ ચહેરો પણ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાત હાર્દિકને વિચલિત કરી રહી છે. જેના કારણે હવે તે ખૂલીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે.

संबंधित पोस्ट

લખનઉંમાં PM મોદીની મેગા રેલીની તૈયારી, ભાજપનો 10 લાખ લોકોની ભીડ ભેગી કરવાનો પ્લાન

Karnavati 24 News

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News

 જૂનામાંકામાં ઠાકોર સમાજની 3 મહિલા સામે દેસાઈ સમાજની મહિલાની 228 મતોથી જીત

Karnavati 24 News

રાજ્યસભા ચૂંટણી 2022: રાજ્યસભાની ચૂંટણીમાં ઘરફોડ ચોરીનો ખતરો, કોંગ્રેસ બાદ હવે BJP અને શિવસેનાના ધારાસભ્યો રિસોર્ટ પહોંચ્યા

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

આઝમગઢમાં બીજેપી નેતા ડો.એમ ચુબાએ કહ્યું: આઝાદી સમયે મળેલા કાચા માલનો યોગ્ય રીતે ઉપયોગ થયો ન હતો, યોગી સરકાર યુપીમાં સારું કામ કરી રહી છે

Karnavati 24 News
Translate »