Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ટ્રાફિક ડ્રાઇવ બાદ હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો માટે પણ 5 દિવસ ડ્રાઇવ ચલાવવામાં આવશે

હેલ્મેટ ના પહેરેલા અને સીટ બેલ્ટ વિના ફરતા લોકોને પકડવા માટેની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી ત્યારે હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો પણ કરવામાં આવશે. હોળી ઠેવારને ધ્યાનમાં રાખી કેટલાક લોકો આ રીતે દારૂ પી ફરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

નશો કરીને વાહન ચલાવતા હોવાને કારણે અકસ્માતની શકયતા રહે છે.હોળી-ધુળેટીના પર્વમાં લોકો પર કાબૂ મેળવવા માટે આ ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે.
જેથી કોઇપણ વાહન ચાલકે દારૂ પીધો છે કે નહીં તે ચેક કરવા માટે પોલીસ બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરશે. 5 દિવસ સુધી આ ડ્રાઇવ ચલાવવામાં આવશે.
પોલીસ પાસે 597 બ્રિથ એનલાઈઝર મશીન છે. જેમાં 297 ટ્રાફિક પોલીસને અને 300 લોકલ પોલીસને આપવામાં આવશે. ડ્રાઈવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશને કરેલી કામગીરીની માહિતી કમિશનર કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. તેવો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
અગાઉ ગુજરાતમા 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. પોલીસને હેલ્મેટ તથા સીટબેલ્ટ ભંગ કરતા લોકો સાથે વધુમાં વધુ કેસ કરવા આદેશ આપ્યો હતો
ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં તેમજ અન્ય શહેરોમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલી હતી જેમાં અમદાવાદ માં જ ફક્ત 9 દિવસમાં 24 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin

અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત

Karnavati 24 News