Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

આમ આદમી પાર્ટીના સી.એમ. ભગવત માન કે જેઓ ભગતસિંહને ખૂબ જ માને છે. ભગતસિંહ તેમના પ્રેરણાસ્ત્રોત છે, ત્યારે આપ નેતા ભગવંત માને ક્રાંતિવીર ભગતસિંહના ગામ ખટકડ કલા ખાતે ભવ્ય સમારંભમાં પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા અને ભગતસિંહને યાદ કરતા અગાઉ રેલીઓ પણ કરી છે જેમાં ભગતસિંહને તેમને અનેકવાર યાદ કર્યા છે.

ત ૨૩ માર્ચ એટલે માં ભારતીના પ્યારા ક્રાંતિવીરો શહીદ એ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાનો પુણ્યદિવસ છે. જેમાં અમદાવાદમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં બીજેપી નેતાઓ પણ જોડાશે.
વિરાંજલિ સમિતી બકારાણા અને સાણંદ દ્વારા છેલ્લા બાર વર્ષથી દેશભક્તિની આ અમરકથા રજૂ થતી આવી છે. આ વર્ષે સૌપ્રથમવાર ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતીભવ્ય મલ્ટીમીડીયા શો દ્વારા રજૂ થશે.
આ અંગે પ્રદીપસિંહજી વાઘેલા અને સાંઇરામ દ્વારા પ્રેસના મિત્રોને સંબોધિત કરાશે.
વીરાંજલિ વતનના વીસરાયેલા વીરોની વાત પર આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર તરીકે સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦ થી વધુ કલાકારો જોડાશે.
અદ્ભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેનો દેશભક્તિનો ગુજરાતનો આ સર્વપ્રથમ મલ્ટીમીડીયા શો શહેરમાં આવી રહ્યો છે, તો વીર શહીદોના ગુણગાન ગાવા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા ગીતો સાથે ઉજવણી કરવામાં આવશે.

संबंधित पोस्ट

ખોખરા પોલીસ સ્ટેશનના પ્રથમ P I કે.એસ. ચૌધરી સાહેબ નું દુઃખદ અવસાન.

Karnavati 24 News

સુરત : નેતાઓની સભામાં મેદની ભેગી કરવા બારડોલી બસ ડેપોએ ૭ દિવસ લોકલ શીડ્યુલ બસ બંધ કરી

Karnavati 24 News

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી

Karnavati 24 News